નીતિશ કુમારે મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નમીને અભિવાદન કર્યું

લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથગ્રહણમાં પહોંચેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નમીને અભિવાદન કર્યું હતું. જાેકે, નીતિશ કુમાર શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન મોદીના પહોંચ્યા પછી આવ્યા હતા. તેમણે સૌથી પહેલા યોગી આદિત્યનાથનું અભિવાદન કર્યું અને ત્યાર પછી નમીને વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું.
જાેકે, આ સાથે જ બિહારમાં રાજદે નીતિશ પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું. રાજદે તેના ટ્વીટર હેન્ડલ પર નીતિશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર વાઈરલ કરવાનું શરૂ કર્યું.
આ સાથે તેમણે ૨૦૧૩માં નીતિશ કુમારનું ભાષણ પણ વાઈરલ કર્યું, જેમાં નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડતાં કહ્યું હતું કે તેઓ માટીમાં ભળી જશે, પરંતુ ફરીથી ભાજપનો હાથ નહીં પકડે. આ સાથે રાજદે લખ્યું કે આગામી વખતે નીતિશ કુમાર વડાપ્રધાન સામે સાષ્ટાંગ દંડવત કરીને ચરણ સ્પર્શ કરે તો પણ કોઈને આશ્ચર્ય ન થવું જાેઈએ.HS