નીતિ આયોગના ડો. વી કે પૉલએ કોરોનાની રસીની વિતરણ અને વહીવટ પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું
મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને કેન્દ્ર સરકારનો રાજ્યોમાં આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓ સુધારવામાં જરૂરી સહાય પ્રદાન કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે તેમના રાજ્યોમાં વાસ્તવિક સ્થિતિ પર વિગતવાર જાણકારી પ્રદાન કરી હતી.
તેમણે કેસની સંખ્યામાં વધારા પર સમીક્ષા રજૂ કરી હતી, કોવિડ પછી જટલિતા, પરીક્ષણ વધારવા માટે લેવાયેલા પગલાં, રાજ્યની સરહદો પર પરીક્ષણ જેવા શરૂ કરવામાં આવેલા પગલાં, ઘરે-ઘરે પરીક્ષણો કરવા જવા, જાહેર કાર્યક્રમોમાં સંખ્યા ઘટાડવા જેવા નિયંત્રણો, માસ્કનો વપરાશ વધારવા લેવામાં આવેલા પગલાં જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણે કોવિડની વર્તમાન સ્થિતિ પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું તથા સજ્જતા વિશે વિગતવાર જાણકારી આપી હતી. તેમણે લક્ષિત પરીક્ષણો, ટ્રેસિંગ અને 72 કલાકની અંદર તમામ કોન્ટેક્ટનું પરીક્ષણ, RTPCR પરીક્ષણમાં વધારો, આરોગ્યલક્ષી માળખામાં સુધારાના પ્રયાસો અને રાજ્યોમાંથી પ્રાપ્ત ડેટાનું વિશ્લેષણ પર ચર્ચા કરી હતી. નીતિ આયોગના ડો. વી કે પૉલએ રસીની ડિલિવરી, વિતરણ અને વહીવટ પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.