નીતિ મોહન તેમજ નિહાર પંડ્યાએ પુત્રની ઝલક દેખાડી
મુંબઈ: સિંગર નીતિ મોહન અને એક્ટર નિહાર પંડ્યાને ત્યાં બીજી જૂને દીકરાનો જન્મ થયો. કપલે સોશિયલ મીડિયા પર એક સ્વીટ પોસ્ટ દ્વારા ફેન્સ સાથે આ ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. હવે, નીતિએ દીકરાની ઝલક દેખાડી છે અને તેના નામનો ખુલાસો પણ કર્યો છે. તેણે પતિ અને દીકરા સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં કપલ દીકરાને હાથ પકડીને બેસેલા જાેવા મળી રહ્યા છે અને કેમેરા સામે જાેઈને સ્મિત આપી રહ્યા છે. કપલે તેમના દીકરાનું નામ આર્યવીર પાડ્યું છે.
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને નીતિ મોહને લખ્યું છે કે, ‘આ નાના હાથને પકડવો તે અત્યારસુધીની સૌથી સુંદર ક્ષણ છે. આર્યવીરે માતા-પિતા તરીકે અમને પસંદ કર્યા છે. આનાથી વધારે કૃપા અમારા પર થઈ શકે નહીં. તેણે અમારા જીવનમાં ખુશીઓ વધારી દીધી છે. સુંદર તસવીરો બાદ, ઈન્ડસ્ટ્રીમાંથી કપલના મિત્રોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. હાલમાં દીકરીની મમ્મી બનેલી અનુષ્કા શર્માએ લખ્યું છે કે, ‘સૌથી સુંદર બે લોકોને અભિનંદ’. નીતિની બેસ્ટફ્રેન્ડ અને તેને બહેન માનતી સિંગર હર્ષદીપ કૌરે કોમેન્ટ કરી છે કે,
‘હુનરનો નાનો વીર ‘આર્યવીર’. નાનકડાને ખૂબ ખૂબ પ્રેમ અને આશીર્વાગ. તું તારી સાથે આ દુનિયામાં ઘણો આનંદ લઈને આવ્યો છે. નીતિ અને નિહાર તમે અદ્દભુત માતા-પિતા બનવાના છો’. નીતિની બહેન અને ટીવી એક્ટ્રેસ મુક્તિ મોહને લખ્યું છે ‘તમે બંને અમારા આર્યવીર માટે સૌથી અદ્દભુત માતા-પિતા છો. તેને બગાડવાની અને એડવેન્ચર ટ્રિપ પર જવાની રાહ જાેઈ શકતી નથી. ગોલુ માસી તને પ્રેમ કરે છે’. આ સિવાય રાઘવ જુયાલ, સુક્રિતિ કક્કડ, ઋજુતા દિવેકર, મૌની રોય, તાહિરા કશ્યપ, શક્તિ મોહન, અંત્રા મિત્રા, જાનકી પરીખ, અલિશા સિંહે પણ અભિનંદન આપ્યા છે.