નીતીશકુમારના જન્મ દિવસ વિકાસ દિવસના રૂપમાં મનાવાયો
પટણા: બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના આજે ૭૦માં જન્મ દિવસે પોતાના લોકપ્રિય નેતાને પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર પ્રદેશમાં મુખ્યમંત્રીનો જન્મ દિવસ વિકાસ દિવસના રૂપમાં મનાવવામાં આવ્યો હતો દરમિયાન પટણામાં જદયુ કાર્યાલય કર્પૂરી સભાગારમાં નીતીશકુમારના જન્મ દિવસ પર મહિલા જદયુ મંત્રી, ધારાસભ્ય નેતા અને પારટીના કાર્યકર્તાઓએ ૭૦ પાઉડની કેક કાપી હતી.નીતીશના જન્મ દિવસે પટણાના માર્ગો પર અનેક બેનર અને પોસ્ટર લગાવવામાં આવ્યા હતાં.
નીતીશ કુમારને જન્મ દિવસ પ્રસંગે તેમને અનેક હસ્તીઓએ અભિનંદન પાઠવ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નીતીશને જન્મ દિવસ પર અભિનંદન પાઠવતા ટ્વીટ કર્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને તેમના જન્મ દિવસની શુભેચ્છા.તેમના નેતૃત્વમાં બિહારમાં એનડીએ સરકાર રાજયના વિકાસ માટે અનેક પગલા ઉઠાવી રહી છે. તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના.
નીતીશના નજીકના રહેલા બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ ટ્વીટ કરી નીતીશને અભિનંદન પાઠવ્યા હતાં
લખ્યું હતું કે સ્વસ્થ રહી લાબા સમય સુધી દેશ અને બિહારની સેવા કરતા રહો બિહાર તમારા યોગદાનને હંમેશા યાદ રાખશે બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને નીતીશ સરકારના મુખ્ય વિરોધી તેજસ્વી યાદવે નીતીશકુમારને જન્મદિવસની શુભકામના આપતા ટ્વીટ કર્યું બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારજીને તેમના ૭૦માં જન્મ દિવસની હાર્દિક શુભકામના તમારા સ્વસ્થ સુખી અને દીધાર્યુ જીવનની કામના કરૂ છું.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હમના સુપ્રીમો જીતન રામ માંઝીએ સત્તા ભાગીદાર નીતીશે ટ્વીટ કરી શુભકામના આપતા લખ્યું આધુનિક બિહારના શિલ્પકાર બિહારીઓના માન સમ્માન બધાના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રીને જન્મ દિવસની શુભેચ્છા તમારી મુસ્કાન યથાવત રહે તેવી કામના