Western Times News

Gujarati News

નીતીશકુમારની કેબિનેટમાં હવે મંત્રી બનવું નથી: માંઝી

પટણા, હિન્દુસ્તાની આવામ મોરચો હમ સેકયુલરના પ્રમુખ જીતન રામ માંઝી પોતાના ચાર સભ્ય વિધાનસભા પક્ષના નેતા ચુંટાઇ આવ્યા છે. માંઝીએ અહીં પોતાના નિવાસ પર હમના તમામ નવા ચુંટાયેલા ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રીને પાર્ટીના નેતા તરીકે ચુંટી કાઢયા છે. આ ઉપરાંત હમના નેતાઓ અને કાર્યકરો દ્વારા માંઝીને સમ્માનિત કરવામાં આવ્યા માંઝી નિવર્તમાન વિધાનસભામાં હમના એક માત્ર ધારાસભ્ય છે માંઝીએ કહ્યું કે એકવાર ફરી પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ તે હવે નીતીશકુમારના નેતૃત્વવાળી નવા સરકારમાં મંત્રી બનશે નહીં.

તેમણે કહ્યું કે માંઝીએ કોંગ્રેસના નવા ચુંટાયેલા ધારાસભ્યોને રાજયની પ્રગતિ માટે એનડીએમાં સામેલ થવાની સલાહ આપી માંઝીએ કહ્યું કે વ્યક્તિગત રીતે જયાં માર માનવુ છે તો અમે કહીશુંકે કોંગ્રેસના ધારાસભ્ય વિચાર કરે અને નીતીશજીને સાથ આપે.

વર્ષ ૧૯૮૦માં માંઝીએ કોંગ્રેસથી પોતાના રાજનીતિક જીવનની શરૂઆત કરી હતી બાદમાં તે રાષ્ટ્રીય જનતા દળ અને ફરી જનતા દળ યુનાઇટેડમાં ચાલ્યા ગયા હતાં. ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં જદયુના ખરાબ પ્રદર્શન બાદ નૈતિક જવાબદારી લેતા નીતીશે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું ત્યારબાદ માંઝીને આ પદ પર બેસાડવામાં આવ્યા હતાં.બાદમાં નીતીશે આ પદ પર વાપસીનો માર્ગ પ્રશસ્ત કરવા માટે જદયુથી બરતરફ કરવા પર માંઝીએ હિન્દુસ્તાની અવામ મોરચા સેકયુલર નામની એક નવીપાર્ટી બનાવી લીધી અને બિહાર વિધાનસભા ચુંટણી ૨૦૨૦ની પહેલા વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ હતાં. માંઝી મહાગઠબંધનમાં સમન્વય સમિતિ બનાવવાની પોતાની માંગ પુરી ન થવા પર એનડીએમાં સામેલ થઇ ગયા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.