નીતીશકુમાર પર નરમ તો લાલુ પર ગરમ થયા માંઝી
પટણા, મહાગઠબંધનથી અલગ થઇ ચુકેલ હિન્દુસ્તાની અવામ પાર્ટી (એચએએમ)ના અધ્યક્ષ જીતન રામ માંઝી કહ્યાં જશે તેની જાહેરાત તે ૩૦ ઓગષ્ટ સુધી કરી દેશે માંઝીએ અત્યાર સુધી પોતાના પત્તા ખોલ્યા નથી જાે કે મહાગઠબંધનમાં વાપસીની સંભાવના તેમણે નકારી દીધી છે તેમણે મુખ્યમંત્રી નીતીશકુમારના કામને સારા બતાવતા કહ્યું કે તેમની સાથે વાત થઇ છે જાે કે વિકલ્પ ખુલ્લા છે માંઝીએ લાલુ પરિવાર પર પ્રહારો કરતા કહ્યું કે રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના કારણે જ તેમને મુખ્યમંત્રીની ખુરશી ગુમાવવી પડી હતી તથા તેજસ્વી યાદવે અનુસૂચિત જાતિ અને જનજાતિને એક કરવાના તેમના પ્રયાસો પર પાણી ફેરવી દીધુ.
એ યાદ રહે કે મહાગઠબંધનથી અલગ થઇ ચુકેલ માંઝી હાલના દિવસોમાં બિહારની રાજનીતિનું મહત્વપૂર્ણ ફેકટર બની ગયા છે બધાની નજર તેમના આગામી પગલા ઉપર છે. કહેવાય છે કે તે જદયુ, ઉપરાંત અસદુદ્દીન ઓવૈસી પપ્યુ યાદવ અને યશવંત સિન્હાથી પણ સતત સંપર્કમાં છે.માંઝીએ કહ્યું કે તેમણે ખુહ વિચારીને મહાગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે જેટલું અપમાન થવાનું હતું તે થઇ ગયું પાર્ટીની કોર સમિતિનો નિર્ણય હતો કે મહાગઠબંધનમાં રહેવાનો હવે કોઇ અર્થ નથી ત્યારબાદ જ આ પગલું ઉઠાવ્યું છે. તેમણે કહ્યું કે નવા સંબંધોની લઇ તેમની વાત અનેક જગ્યાએ ચાલી રહી છે માયાવતી ઓવૈસી બામસેફ ત્રીજા મોરચાના નેતાઓ ઉપરાંત એનસીપી અને ત્યાં સુધી કે કોંગ્રેસ સાથે તેમનો સંપર્ક છે.HS