નીતીશકુમાર RSS મય થઈ ચૂક્યા છે : રાહુલ ગાંધી
નવીદિલ્હી: બિહારમાં નીતિશ કુમાર સરકારે મંગળવારે વિધાનસભામાં વિશેષ સશસ્ત્ર પોલિસ બિલ રજૂ કર્યુ. જેનો વિપક્ષે જાેરદાર વિરોધ કર્યો હતો અને ઘણા ધારાસભ્યો ધરણા પર બેસી ગયા. જેના પર તેમને બહાર કાઢવા માટે વિધાનસભા અધ્યક્ષે પહેલા માર્શલને બોલાવ્યા પરંતુ સ્થિતિ કાબુ ન થઈ. ત્યારબાદ ભારે સંખ્યામાં પોલિસ બળ બોલાવવુ પડ્યુ અને ભારે હંગામો થયો હતો ધારાસભ્યોને ઉઠાવી ઉઠાવી ફેંકી દેવામાં આવ્યા હતાં. વિપક્ષનો આરોપ છે કે પોલિસે તેમની સાથે ગેરવર્તણુક કરી છે. સાથે જ ઘણા ધારાસભ્યોને મારવામાં આવ્યા છે. ત્યારબાદ આ ઘટનાને બિહારની રાજનીતિનો કાળો દિવસ કહેવામાં આવી રહ્યો છે. આ મામલે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને લખ્યુ કે બિહાર વિધાનસભાની શરમજનક ઘટનાથી સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી સંપૂર્ણપણે આરએસએસમય અને ભાજપમય થઈ ચૂક્યા છે. લોકતંત્રની ચીરહરણ કરનાર લોકોને સરકાર કહેવાનો કોઈ અર્થ નથી. વિપક્ષ તો પણ જનહિતમાં અવાજ ઉઠાવતો રહેશે – અમે નથી ડરતા. વળી, કોંગ્રેસ નેતા શશિ થરુરે પણ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે ટિ્વટર પર લખ્યુ કે તાનાશાહીની જીત છે, લોકતંત્રની હાર છે, આ નીતિશનુ બિહાર છે. રાબડીએ લગાવ્યા ગંભીર આરોપ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ નીતિશ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
તેમના જણાવ્યા મુજબ જ્યારે પોલિસ ધારાસભ્યો સાથે દુર્વ્યવહાર કરી રહી હતી ત્યારે તેમનો બ્લાઉઝ ખુલી ગયો. તેમણે ટિ્વટ કરીને લખ્યુ કે વિધાનસભામાં મહિલા ધારાસભ્યોનુ ચીરહરણ થતુ રહ્યુ. ખુલ્લેઆમ તેમની સાડી ખોલવામાં આવી, બ્લાઉઝની અંદર હાથ નાખીને ખેંચવામાં આવ્યો, અવર્ણનીય રીતે ગેરવર્તણૂક કરવામાં આવી અને નાગઈની પરાકાષ્ઠા પાર કરી ચૂકેલ નીતિશ કુમાર ધૃતરાષ્ટ્ર બનીને જાેતા રહ્યા. સત્તા આવતી-જતી રહશે પરંતુ ઈતિહાસ તમને માફ નહિ કરે. કોંગ્રેસ ધારાસભ્યએ સંભળાવી આપવીતિ કોંગ્રેસ ધારાસભ્ય સત્યેન્દ્ર સિંહના જણાવ્યા મુજબ ડીએમે પોલિસકર્મીઓને તેમને મારવા માટે કહ્યુ. આ ઉપરાંત તેમની સાથે ગાળાગાળી પણ કરવામાં આવી.
આ દરમિયાન એસપીએ છાતી પર બૂટ રાખીને તેમને માર્યા. જેના કારણે તેમને ઈજા થઈ. વળી, રાજદના ધારાસભ્યએ કહ્યુ કે તે અહીં બિલનો વિરોધ કરી રહ્યા હતા પરંતુ નીતિશ કુમારે ગુંડાઓંને મોકલી દીધા. આ સંપૂર્ણપણે લોકતંત્રની હત્યા છે.