નીતીશ માફી માંગે નહીં તો પાંચ વર્ષ વિધાનસભાનો બહિષ્કાર : તેજસ્વી
પટણા: બિહાર વિધાનસભામાં હંગામો અને વિરોધ પક્ષોના ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢવા દરમિયાન થયેલ દુર્વ્યવહારને લઇ રાજદ નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતીશકુમારની વિરૂધ્ધ મોરચો ખોલી દીધો છે. તેમણે વિધાનસભા પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે જયાં સુધી ધારાસભ્યોની પિટાઇ કરનારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પર કાર્યવાહી થશે નહીં નીતીશ કુમાર જાહેરમાં માફી માંગશે નહીં ત્યાં સુધી તેઓ અને વિપક્ષના તમામ ધારાસભ્યો ગૃહમાં જશે નહીં સમગ્ર વિપક્ષ આગામી પાંચ વર્ષ સુધી ગૃહનો બહિષ્કાર કરશે
તેજસ્વી યાદવે બિહારના મુખ્યમંત્રીને નિર્લજજ કુમાર નામ આપતા કહ્યું કે તે જાણી લે કે મારૂ નામ તેજસ્વી યાદવ છે વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની પિટાઇ કરાઇ અને તેમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો છે તે કયારેય ભુલાશે નહીં
તેમણે કહ્યું કે વિધાનસભામાં શર્મનાક ઘટના બની મહિલા ધારાસભ્યોની પિટાઇ કરાઇ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો અને નીતીશકુમાર નૃત્ય સંગીતનો આનંદ ઉઠાવી રહ્યાં હતાં પરંતુ તેજસ્વી યાદવ અને બિહારની જનતા આ ઘટનાને ભુલશે નહીં તેમણે કહ્યું કે પોલીસના સહારે પોલીસ બિલ પાસ કરાવવામાં આવ્યુ છે તેમણે કહ્યું કે નીતીશકુમારની સરકારે જે કંલકની પરંપરા શરૂ કરાવી છે તેનું નુકસાન ભોગવવું જાેઇએ કહ્યું કે નીતીશકુમારજીને ખબર છે કે એક દિવસ સરકાર બદલાશે તેમણે કહ્યું તે દિવસ પણ આવશે આજ પોલીસ નીતીશકુમારે ઘરમાં ધુસી પિટાઇ કરશે