નીતીશ મુખ્યમંત્રી બન્યા તો મોદીને પણ સમર્થન આપીશ નહીં: ચિરાગ
પટણા, લોકજનશક્તિ પાર્ટીની બિહારમાં સખ્ત પરાજય બાદ લોજપાના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું કે અમને ૨૫ લાખ લોકોના મત મળ્યા આ રીતે બિહારના લોકોએ અમને પ્રેમ આપ્યો છે અને બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટને સમર્થન આપ્યું છે.ચુંટણીમાં એકલા લડીને અમે છ ટકા મત હાંસલકર્યા છે. તેમણે કહ્યું કે અમે રાજયમાં નીતીશકુમાર અને સુશીલ મોદીને કયારેય સમર્થન આપીશું નહીં જાે કે રાજયના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બન્યા રહેશે તો રાજય સ્તર પર તેમને મારૂ સમર્થન મળશે નહીં. પરંતુ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન જારી રહેશે.
બિહાર વિધાનસભાની ચુંટણીમાં લોજપાને મટિહાની બેઠક મળી છે જયાં તેણે જદયુને પરાજય આપ્યો છે. લોજપાના કારણે ચુંટણીમાં જદયુને ભારે નુકસાન થયું છે તેવા સવાલના જવાબમાં ચિરાગે કહ્યું કે આંકડા બતાવે છે કે કોને કેટલી બેઠકો મળી જેના પર લોજપાના કારણે જદયુને નુકસાન થયું અમે શરૂથી જ કહી રહ્યાં હતાં કે ભાજપને લાભ પહોંચાડવા અને જદયુને નુકસાન પહોંચાડવાનો અમારો હેતુ છે અને આ વાત કોઇનાથી છુપાયેલી ન હતી.તેમણે કહ્યું કે અમે ઇચ્છતા હતાં કે લોજપાનું પ્રદર્શન સારૂ રહે અને બેઠકોના હિસાબથી અમે આમ કરી શકયા નહીં પરંતુ આ ચુંટણીમાં પાર્ટીનો આધાર મજબુત થયો છે અને અમે ૨૦૨૫માં મજબુતીથી મેદાનમાં ઉતરીશું અને વિજય રહીશું.HS