નીતીશ સરકારની ઉલ્ટી ગણતરી શરૂ થઇ ગઇ છે : ચિરાગ પાસવાનનો દાવો
પટણા: લોક જનશક્તિ પાર્ટી (ચિરાગ જુથ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને દાવો કરતા કહ્યું કે જનતા દળ યુનાઇટેડ (જદયુ)માં તાકિદે મોટી તુટ પડશે. નીતીશ સરકારની ઉલ્ટી ગણતરી શરૂ થઇ ગઇ છે અને બિહારમાં મધ્યસત્ર ચુંટણી થવાનું નક્કી છે. તેમણે કહ્યું કે જદયુના અનેક ઘારાસભ્ય તેમના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે બિહારમાં ખુબ તાકિદે મધ્યસત્ર ચુંટણી થશે અને તેનો પાયો ખુદ નીતીશકુમારે ખુદ નાખી દીધો છે. ચિરાગે ગત બિહાર વિધાનસભા ચુંટણી પહેલા નીતીશને અસ્વીકાર્ય બતાવતા દાવો કર્યો હતો કે રાજયના લોકો નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે.
ચિરાગ પાસવાને કહ્યું કે મારા પિતા રામવિલાસ પાસવાન કયારેય પણ મુખ્યમંત્રી નીતીશકુમારની સાથે સહજ ન હતાં વૈચારિક મતભેદના કારણે જ તેમણે કયારેય રાજનીતિક ગઠબંધન કર્યું નથી મારા પિતાના મોત બાદ મારા રાજનીતિક હોદ્દાથી ભયભીત થઇ નીતીશકુમારે પોતાનો સમગ્ર રાજનીતિક અનુભવ મારા પરિવારને તોડવામાં લગાવી દીધો તેમણે આરોપ લગાવ્યો કે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફકત એક બેઠક માટે સમજૂતિ કરી પોતાની પાર્ટી જદયુમાં ભારે અસંતોષ પેદા કરી દીધો છે.
તેમણે એ પણ દાવો કર્યો કે નીતીશ તેમના બળવાખોર કાકા પશુપતિ કુમારર પારસ માટે એક બેઠક છોડવા માટે સહમત થઇ ગયા જેમનો એક માત્ર હેતુ મને નીચો બતાવવાનો હતો. જમુઇના સાંસદ ચિરાગે કટાક્ષ કર્યો શું મારા જેવા કોઇ વ્યક્તિ માટે તેનાથી કોઇ મોટી ઉપલબ્ધી હોઇ શકે છે જે તેમની સામે એક બાળક છે અને જેમની ઉમર નીતીશકુમારના રાજનીતિક કેરિયરથી પણ ઓછી છે. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રીના નજીકના કહેવાતા જે નેતાઓએ તેમની પાર્ટીને ોડવાનું કામ કર્યું નીતીશે તેમને પણ છોડયા નથી
ચિરાગે નીતીશ પર પ્રદેશના સવર્ણ મતદારોની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તારમાં તેમણે પોતાના એક નજીકના સવર્ણ સાંસદને મંત્રી બનાવવામાં અવરોધ ઉભો કર્યો અને પારસને મંત્રી બનાવવા માટે પોતાના સાંસદની બલી ચઢાવી દીધી
જયારે લોજપા નેતાએ પોતાના કાકા પશુપતિ કુમાર પારસ પર મંત્રી બનવાની મહાત્વાકાંક્ષામાં પરિવાર અને પાર્ટીની સાથે વિશ્વાસધાત કરવાનો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યું કે દેશની જનતા તેમને કયારેય માફ કરશે નહીં