નીતૂએ જણાવ્યો દીકરાના વરઘોડા સાથે જાેડાયેલો કિસ્સો

નીતૂ કપૂરે મહેંદી સેરેમનીમાં સરપ્રાઈઝ પર્ફોર્મન્સનું પ્લાનિંગ કર્યું હતું
દીકરા રણબીરના લગ્નમાં ઓછા લોકોને બોલાવ્યા પરંતુ બધાએ ખૂબ મજા કરી, તેઓ ખુશ હતાઃ નીતૂ કપૂર
મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ૧૪ એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. કપલે લગ્નની માહિતી ગુપ્ત રાખી હતી, તેઓ એક્ઝેટ કઈ તારીખે લગ્ન કરવાના છે તેના વિશે છેક સુધી કોઈને જાણ નહોતી થઈ. છેક લગ્નના આગળના દિવસે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતી વખતે રણબીર કપૂરના મમ્મી નીતૂ કપૂરે તારીખ જણાવી હતી. લગ્નના દરેક ફંક્શનમાં ખાસ લોકોને જ આમંત્રણ આપ્યું હતું. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં નીતૂ કપૂરે લગ્ન અંગે રણબીર-આલિયા ક્યારથી પ્લાનિંગ કરી રહ્યા હતા, તે વિશે જણાવ્યું હતું. આ સિવાય તેમણે દીકરાના લગ્ન અંગે કેવા સપના જાેયા હતા તે પણ જણાવ્યું હતું.
સાથે જ જાે ઋષિ કપૂર હાજર હોત તો કેવી રીતે લગ્ન થાત તેનો ઉલ્લેખ ર્કઓ હતો. અમે લગ્નને સર્કસ બનાવવા માગતા નહોતા. તેથી અમે શાંતિથી કર્યા. રોકા સેરેમની થઈ, સગાઈ થઈ. અમે લોકોએ શોપિગ પણ નહોતી કરી. અમે કેટલાક લોકોને અપોઈન્ટ કર્યા હતા, જેઓ બધું લઈને આવતા હતા. કારણ કે, જાે અમે જાત તો લોકોને જાણ થઈ જાત. અમે લોકો એક બોક્સમાં હતા. અમે કંઈ કરી શકતા નહોતા. પરંતુ જ્યારે લાઈટિંગ લગાવવાનું શરૂ થયું ત્યારે લગ્ન વિશે બધાને જાણ થઈ હતી’, તેમ ફિલ્મ કમ્પેનિયન સાથેની વાતચીતમાં નીતૂ કપૂરે જણાવ્યું હતું. નીતૂ કપૂરે કહ્યું હતું કે ‘અમે ૪૦ સંબંધીઓને જ બોલાવ્યા હતા.
આ સિવાય પાર્ટીમાં પણ એટલા જ મિત્રો હતા. અમે મહેંદીના એક દિવસ પહેલા સરપ્રાઈઝ ડાન્સ તૈયાર કર્યો હતો. અમને ખૂબ મજા આવી હતી. અમે રણબીરને પણ સરપ્રાઈઝ આપવા માગતા હતા. પરંતુ તે માસ્ટરજીને અમારા ઘરે આવતા જાેઈ ગયો હતો. તેથી તેને પહેલાથી જ જાણ થઈ હોવા છતાં તેણે મહેંદી સેરેમનીના દિવસે આ વાત કહી હતી’. નીતૂ કપૂરે આગળ જણાવ્યું હતું કે, ‘વરઘોડો પણ મજેદાર હતા. જાન પાંચમાં માળેથી સાતમા માળે ગઈ હતી.
બધાએ પેસેજમાં ભાંગડા કર્યા હતા. પરંતુ હું ઘોડી અને જે રીતે દરેક વરઘોડો નીકળે છે તેમ ઈચ્છતી હતી. પરંતુ બાદમાં થયું એવુ કે જાે ઘોડી બોલાવીશું તો પાપારાઝી પણ આવી જશે. પછી મેં કહ્યું કે, ઘોડી ભૂલી જાઓ અને પાંચમા માળથી સાતમાં માળે ચાલો જઈએ’. લગ્નમાં ઓછા મહેમાનોને બોલાવવા પાછળનું કારણ જણાવતા નીતૂ કપૂરે કહ્યું હતું કે, ‘આ લગ્ન સારા રહ્યા, કારણ કે આસપાસના લોકોએ મજા કરી. તેઓ ખુશ હતા. અમે લગ્નમાં ૧૦ હજાર લોકોને બોલાવી લેત પરંતુ તેઓ પછી ટીકા જ કરતા રહે.
જેમ કે, અરે જમવાનું કેવું હતું, ડેકોરેશન કેવું હતું. તો પછી અમે કેમ એમને બોલાવીએ. તે પર્ફેક્ટ લગ્ન હતા. મારા પતિ જીવિત હોત તો તેઓ આમ ન કરવા દેત. તેઓ ધામધૂમથી લગ્ન કરત. તેઓ શો મેન હતા. જાે કે, રણબીરનું કહેવું હતું કે લગ્ન સાદગીથી કરવા માટે તે પપ્પાને મનાવી લેત. આલિયા અને રણબીર શાંત છે, તેમને ઘોંઘાટ નથી ગમતો’.SSS