નીતૂ કપૂરે બતાવી બબીતાના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક

મુંબઈ, બોલિવુડની કપૂર સિસ્ટર્સ એટલે કે કરીના અને કરિશ્મા કપૂરનાં મમ્મી બબીતા કપૂરનો બર્થ ડે ૨૦ એપ્રિલના રોજ હતો. પીઢ અભિનેત્રી બબીતા કપૂરનો બર્થ ડે તેમનાં પતિ રણધીર કપૂરના ઘરે ઉજવાયો હતો. પરિવાર સાથે લંચ લઈ અને કેક કાપીને બબીતા કપૂરે બર્થ ડેની ઉજવણી કરી હતી. બબીતા કપૂરના ૭૫મા બર્થ ડે સેલિબ્રેશનમાં કપૂર ખાનદાનના સભ્યો હાજર રહ્યા હતા.
નીતૂ કપૂર, સૈફ અલી ખાન, રીમા જૈન, નિતાશા નંદા, કરિશ્માનો દીકરો કિઆન, કરીનાના દીકરાઓ જેહ અને તૈમૂર સેલિબ્રેશનમાં સામેલ થયા હતા. બબીતા કપૂરના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક નીતૂ કપૂર અને કરિશ્મા કપૂરે બતાવી છે.
બંનેએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બે તસવીરો શેર કરીને બબીતા કપૂરના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવી છે. કરિશ્મા કપૂરે ૭૫મા બર્થ ડેની કેકનો ફોટો મૂક્યો હતો. બબીતા કપૂરની વ્હાઈટ બર્થ ડે કેક વ્હાઈટ ફ્લાવર્સ અને નાના લાલા અને વ્હાઈટ રંગના બોલ્સથી સજાવાઈ છે. ફોટોમાં બબીતા કપૂરના બર્થ ડે માટે લવાયેલા બલૂન્સ પણ જાેઈ શકાય છે.
બર્થ ડે કેક પર ‘૭૫’ અને ‘અમે તમને પ્રેમ કરીએ છીએ. હેપી બર્થ ડે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નીતૂ કપૂરે બર્થ ડે પર ભત્રીજીઓ અને નણંદ સાથે લીધેલી સેલ્ફી શેર કરી છે. ફોટોમાં નીતૂ કપૂર સાથે કરીના-કરિશ્મા, નણંદ રીમા જૈન અને ભાણી નિતાશા નંદા જાેવા મળે છે.
આ ફોટો શેર કરતાં નીતૂએ લખ્યું, “અમારા બબીતા કપૂરનું બર્થ ડે સેલિબ્રેશન. અગાઉ કરીના અને કરિશ્માએ પણ મમ્મી માટે બર્થ ડે પોસ્ટ મૂકી હતી. બંનેએ મમ્મીનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ શેર કર્યો હતો.
કરીનાએ લખ્યું હતું, “હેપી બર્થ ડે મધરશીપ. મારી મા. મમ્મી જેવી સુંદરતા કોઈની નથી. કરિશ્મા કપૂરે પણ મમ્મીની જૂની તસવીર શેર કરતાં લખ્યું, તુમ જિયો હજારો સાલ, યે મેરી હૈ આરઝૂ…આ અમારી રોજિંદી ઈચ્છા છે.
ઓરિજિનલ બર્થ ડે સોન્ગ ‘હેપી બર્થ ડે અમારી ઓરિજિનલ સુનિતા માટે’. અમારી મમ્મા. કદાચ ‘ફર્ઝ’ની ૧૯૬૭ની આસપાસની તસવીર છે.” ઉલ્લેખનીય છે કે, રણધીર કપૂર અને બબીતા હાલમાં જ ભત્રીજા રણબીરનાં લગ્નમાં સાથે જાેવા મળ્યા હતા. તેમને સુંદર તસવીર વાયરલ થઈ હતી.SSS