નીતૂ જુગ જુગ જિયોના સેટ પર કેમ નર્વસ થઈ જતાં હતા

મુંબઈ, બોલિવુડ એક્ટર વરુણ ધવનએ પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ઋષિ કપૂર સાથે કામ કર્યું હતું. હવે, વરુણ ધવન ઋષિ કપૂરનાં પત્ની નીતૂ કપૂર સાથે સ્ક્રીન શેર કરવાનો છે. વરુણ ધવન નીતૂ કપૂર સાથે ફિલ્મ જુગ જુગ જિયોમાં જાેવા મળશે.
આ ફિલ્મમાં વરુણ ધવને નીતૂ કપૂરના દીકરાનો રોલ કર્યો છે. હાલ ફિલ્મની આખી ટીમ પ્રમોશનમાં વ્યસ્ત છે. જેના ભાગરૂપે વરુણે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં નીતૂ કપૂર સાથે કામ કરવાનો અનુભવ જણાવ્યો હતો. વરુણે ઈન્ટરવ્યૂમાં નીતૂ કપૂર વિશે વાત કરતાં કહ્યું, તેઓ અમને હંમેશા ઋષિ સર અંગે વાતો કરતાં હતા. ઋષિ કપૂર સેટ પર હોય ત્યારે કેવો માહોલ હોય તે વિશે તેઓ જણાવતાં હતા.
અમુક કારણોસર તેઓ હંમેશા અમને કહેતાં કે તેઓ સેટ પર આવતાં પહેલા નર્વસ થઈ જાય છે કારણકે તેઓ ઋષિજી વિના આવ્યા છે. પરંતુ મને કાયમ એવું લાગ્યું છે કે એકવાર તેઓ એક્ટિંગ શરૂ કરે એટલે તેઓ પાણીમાં માછલી જેવા બની જાય છે.
મતબલ કે, તેઓ ખૂબ સારી રીતે પોતાના સીન કરે છે. ફિલ્મના બીજા ભાગમાં તેમના કેટલાક અદ્ભૂત સીન છે. ડાયરેક્ટર રાજ મહેતાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘જુગ જુગ જિયો ફેમિલી એન્ટરટેનર છે. ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતૂ કપૂર, મનીષ પોલ, પ્રાજક્તા કોલી છે. ફિલ્મમાં વરુણ-કિયારા પતિ-પત્ની છે. જ્યારે અનિલ અને નીતૂ વરુણના માતાપિતાના રોલમાં છે.
આ ફિલ્મ ૨૪ જૂન ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. વર્કફ્રંટની વાત કરીએ તો, ફિલ્મ ‘જુગ જુગ જિયો’ ઉપકાંત વરુણ હોરર ડ્રામા ‘ભેડિયા’માં જાેવા મળશે. આ ફિલ્મ અમર કૌશિકે ડાયરેક્ટ કરી છે અને દિનેશ વિજાન પ્રોડ્યુસર છે. ‘ભેડિયા’માં વરુણ ધવન એકદમ અલગ અંદાજમાં જાેવા મળશે. ફિલ્મમાં તેની સાથે ક્રિતી સેનન લીડ રોલમાં છે. આ ફિલ્મ ૨૫ નવેમ્બર ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે.
આ સિવાય વરુણ જ્હાન્વી કપૂર સાથે નિતેશ તિવારીની ફિલ્મ ‘બવાલ’માં દેખાશે. હાલ આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.SS1MS