નીના ગુપ્તાએ શંકર નાગ સાથે શેર કરી બોલ્ડ તસવીર

મુંબઈ: બોલીવુડની બહુચર્ચિત અભિનેત્રી નીના ગુપ્તાએ વર્ષ ૧૯૮૪માં રિલીઝ થયેલી તેમની ઇરોટિક ફિલ્મ “ઉત્સવ”ના એક્ટર શંકર નાગને યાદ કરતાં જૂની તસવીર શેર કરી છે. નીના ગુપ્તાએ આ તસવીરમાં ખૂબ જ બોલ્ડ નજર આવી રહી છે. શંકર નાગ સાથે ફિલ્મની યાદગાર તસવીરને શેર કરતાં નીના ગુપ્તાએ લખ્યું છે કે, ઉત્સવ ફિલ્મથી એક સીન, મિસ યૂ સો મચ. શંકર બહુ જલ્દી છોડી ગયા. નોંધનીય છે કે, બોલીવુડના ઇતિહાસમાં વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મો પૈકી એક ફિલ્મ ઉત્સવ છે.
જે ૧૯૮૪માં રિલીઝ કરવામાં આવી હતી અને એડલ્ટ ફિલ્મ હોવાને લીધે ઉત્સવ મોટા વિવાદોમાં ફસાઇ હતી. ઉત્સવ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હતી, જે સંસ્કૃત નાટક મૃચ્છકટિકમ પરથી ફિલ્માવવામાં આવી હતી. ફિલ્મની વાર્તા ઉજ્જૈનમાં એક વેશ્યા અને એક ગરીબ બ્રાહ્મણની મુલાકાત પર આધારિત છે. આ ફિલ્મને ઇરોટિક ગણાવીને તેની ભારે ટીકા કરવામાં આવી હતી, જે સેક્સુઅલિટી, સેન્શુઅલિટી અને સિડક્શનથી ભરપૂર હતી.
આ બહુચર્ચિત ફિલ્મ ઉત્સવમાં દિગ્ગજ કલાકાર ગિરીશ કર્નાડે ડાયરેક્શન આપ્યું હતું. ફિલ્મમાં શશિ કપૂર અને રેખા મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય અમઝદ ખાન, અનુપમ ખૈર નીના ગુપ્તા અને સતીશ કૌશિક, અન્નુ કપૂર સહિતના દિગ્ગજ કલાકારોએ કામ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઉત્સવમાં નીના ગુપ્તાના કો-સ્ટાર શંકર નાગ કન્નડ ફિલ્મ જગતના એક જાણીતા એક્ટર હતી. તેમણે સુપ્રસિદ્ધ સિરીયલ માલગુડી ડેઝનું નિર્દેશન પણ કર્યું હતું. પરંતુ ૩૬ વર્ષની નાની ઉંમરે ૩૦ સપ્ટેમ્બર ૧૯૯૦માં તેમનું નિધન થયું હતું.