નીરવ મોદીના ૧૧૦ કરોડના ફલેટો સહિત અનેક સંપત્તિની હરાજી માટે કાનૂની

નવીદિલ્હી,ઇડીએ ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની મિલકતોની હરાજી માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરી છે. આ અંતર્ગત તેના વર્લી સ્થિત સમુદ્ર મહેલમાં ૧૧૦ની કિંમતના ત્રણ ફલેટ, બ્રીચ કેન્ડીમાં એક ફલેટ, નીરવ મોદીનો અલીબાગ બંગલો, એક પવનચકકી અને એક સોલાર પાવર પ્રોજેકટની હરાજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નીરવ મોદીએ લેટર ઓફ અંડરટેકિંગ દ્વારા પીએનબી સાથે છેતરપિંડી કરી હતી.
દુબઇ અને હોંગકોંગમાં નિકાસકારોને લેટર ઓફ અંડટરટેકિંગ દ્વારા ચૂકવણી કરવાની વિનંતી કરી હતી. પરંતુ આ તમામ કંપનીઓ નકલી કંપનીઓ હતી જે નીરવ મોદીના નેતૃત્વમાં સંચાલિત હતી. નીરવ પર ૬૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ બાબતનો ખુલાસો ૨૦૧૮માં થયો હતો. ત્યારબાદ તે દેશ છોડીને ભાગી ગયો હતો.
ઇડી રિકવરી માટે નીરવ મોદીની સંપત્તિઓની હરાજી કરી રહયું છે.
જૂનની શરૂઆતમાં પણ ઇડીએ નીરવ મોદી સાથે જાેડાયેલી ઘણી વસ્તુઓની હરાજી કરી હતી. જેમાં ૯૦ લાખની કિંમતની બે લકઝરી ઘડિયાળોનો સમાવેશ થાય છે. જાે કે બીજી ઘડિયાળ પણ રૂા. ૨૦ લાખની હતી. રિપોર્ટ અનુસાર, ઇડી દ્વારા પેઇન્ટિંગ્સ, ઘડિયાળો અને વાહનોની હરાજીમાંથી લગભગ ૧૩૦ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.HS1KP