નીરવ મોદીની લંડન કોર્ટમાં જામીન અરજી, હું એન્જાઈટી અને ડિપ્રેશનનો શિકાર છું
લંડન, પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીએ લંડનની કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી છે. નીરવ મોદીએ આ વખતે હેલ્થ ગ્રાઉન્ડ પર જામીન આપવાની અરજી આપી છે. નીરવ મોદીએ પોતાના વકીલના માધ્યમથી આપવામાં આવેલી અરજીમાં પોતાને એન્જાઈટી અને ડિપ્રેશનનો શિકાર ગણાવ્યા છે. સાથે જ તેમને અરજીમાં કોર્ટને એ પણ કહ્યુ છે કે તમે ઈચ્છો તો તેને હાઉસ અરેસ્ટ કરીને રાખી શકો છો. EDનું કહેવુ છે કે નીરવ મોદીએ વિક્ટમ કાર્ડ રમ્યુ છે.
લંડનની કોર્ટમાં જામીન અરજી લગાવતા તેમણે કહ્યુ કે તે ગભરાહટ અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. આ આધારે તેમને લંડનની કોર્ટથી સશર્ત જામીનની માગ કરી છે.
જેમાં કહ્યુ છે કે તેમને જામીન આપીને ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા છે. નીરવ મોદીની જામીન અરજી લંડન કોર્ટ તરફથી પહેલા ચાર વખત રદ કરી દેવાઈ છે. પંજાબ નેશનલ બેન્કના 13,500 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે નીરવ મોદીને 19 માર્ચ 2019એ હોલબોર્નમાંથી ધરપકડ કરવામાં આવી હતી.