નીલમ ઝેલમ નહી પર ડેમના નિર્માણને લઇ PoKમાં વિરોધ પ્રદર્શન
મુઝફફરાબાદ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં એકવાર ફરી ઇસ્લામાબાદની દમનકારી ચહેરો સામે આવ્યો છે પીઓકેના મુઝફફરાબાદ શહેરમાં ચીની કંપનીઓ દ્વારા નીલમ ઝેલમ નદી પર મેગા ડેમના નિર્માણને લઇ લોકોએ જબરજસ્ત પ્રદર્શન કર્યું આ દરમિયાન લોકોએ હાથોમાં મશાલ લઇ પાકિસ્તાનની વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યો. દરિયો બચાવો, મુઝફફરાબાદ બચાવો સમિતિથી આવનારા પ્રદર્શનકારીઓએ નીલમ ઝેલમ વહેવા દો,અમને જીવતા રહેવા દો,જેવા સુત્રોચ્ચાર કર્યા હતાં આ રેલીમાં શહેર અને પીઓકેના અન્ય ભાગોમાંથી આવેલ હજારો પ્રદર્શનકારી સામેલ થયા.
તાજેતરમાં પાકિસ્તાન અને ચીને પીઓકેમાં આઝાદ પટ્ટન અને કોહાલા હાઇડ્રોપાવર પ્રોડેકટના નિર્માણ માટે એક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે ચીન પાકિસ્તાન આર્થિક ગલિયારા (સીપીઇસી)ના ભાગ રૂપમાં ૭૦૦૦.૭ મેગાવોટ વિજળી માટે આઝાદ પટ્ટન હાઇડલ પાવર પરિયોજના પર છ જુલાઇ ૨૦૨૦ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં ૧.૫૪ બિલિયન ડોલરની પરિયોજના ચીન ગેઝુબા ગ્રુપ કંપની સીજીજીસી દ્વારા પ્રાયોજીત કરવામાં આવશે.
ઝેલમ નદી પર બનાવવામાં આવનાર કોહાલા હાઇડ્રોઇલેક્ટિક પાવર પ્રોજેકટ પીઓકેની સુધનોટી જીલ્લામાં આઝાદ પટ્ટન પુલથી લગભગ સાત કિમી અને પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદથી ૯૦ કિમી દુર છે. ચીન થ્રી ગોરજેસ કોર્પોરેશન આંતરરાષ્ટ્રીય નાણાં નિગમ (આઈએસફસી) અને સિલ્ક રોડ ફંડ દ્વારા પ્રાયોજિત આ પરિયોજનાના વર્ષ ૨૦૨૬ સુધી પુરી થવાની આશા છે જયારે નિર્માણ અને નદીઓનો પ્રવાહ વાળવાથી તેમના અસ્તિત્વ પર પડી રહેલ ખતરાને લઇ ખુબ નારાજ છે.
ચીન અને પાકિસ્તાન આર્થિકર ગલિયારાના નામ પર પીઓકે અને ગિલગિત બાલ્ટિસ્તાનના પ્રાકૃતિક સંસાધનોને સંયુકત રીતે મળી લુંટવામાં લાગ્યા છે. આ કારણે પાકિસ્તાન કબજાવાળા આ વિસ્તારમાં લોકોની વચ્ચે બીજીંગ અને ઇસ્લામાબાદને લઇ ખાસી નારાજગી છે આ મુદ્દાને લઇને અનેકવાર પીઓકેમાં વિરોધ પ્રદર્શન થયા છે પરંતુ પાકિસ્તાન સરકાર બાબતે ધ્યાન આપી રહી નથી.HS