નુસરત જહાંએ પ્રેગ્નેન્સીમાં ગર્લગેંગ સાથે પાર્ટી કરતા વિવાદમાં આવી
કોલકતા: બાંગ્લા એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં તેની પ્રેગ્નેન્સી અને પતિ નિખિલ જૈનની સાથે ચાલી રહેલાં અણબનાવને કારણે ચર્ચામાં છે. નુસરત જલ્દી જ મા બનવાની છે. સોશિયલ મીડિયા પર તે ખુબજ એક્ટિવ છે. નિખિલ સાથેનાં સંબંધમાં આવેલી ખટાસ બાદ નુસરત તેનાં મિત્રો અને પરિવાર સાથે વધુ સમય વિતાવી રહી છે. નુસરત હાલમાં જ તેની ગર્લગેંગની સાથે પાર્ટી કરતી નજર આવી. તસવીર જાેઇને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. અને પછી નુસરત ફરી એક વખત ટ્રોલ્સનાં નિશાને આવી ગઇ છે.
નુસરત જહાં હાલમાં તેનો પ્રેગ્નેન્સી પીરિયડ એન્જાેય કરી રહી છે. નુસરત-નિખિલની વચ્ચે આવેલી તિરાડની ખબર બાદ લોકો તેમનાં વિશે જાણવાં ઇચ્છે છે. હાલમાં જ નુસરત તેની મિત્રો અને એક્ટ્રેસ નતનુશ્રી અને એક્ટ્રેસ શ્રાબંતીની સાથે નજર આવી. તનુશ્રીએ તેાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી છે. જેમાં આ ત્રણેય નજર આવે છે. તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં તનુશ્રીએ ત્રણ હાર્ટ ઇમોજી શેર કરી છે. આ તસવીર સામે આવ્યાં બાદ સોશિયલ મીડિયા પર કેટલાંક યૂઝર્સ નુસરતને ટ્રોલ કરી રહ્યાં છે.
કેટલાંક લોકોએ નુસરતની આ તસવીરો પસંદ આવી અને પ્રેગ્નેન્સી દરમિયાન ખુશ રહેવું કેટલું જરૂરી છે તે જણાવ્યું. તો કેટલાંક લોકોને આ બિલકૂલ પસંદ નથી આવી અને તેમણે એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કર્યા હતાં. એકે કહ્યું કે, ત્રણેયને ડ્રગ્સનો ઉપયોગ કર્યો તો કોઇને ત્રણેયની આંખોમાં નશો દેખાઇ રહ્યો છે.આ પહેલી વખત નથી જ્યારે સોશિયલ મીડિયા પર નુસરતને લોકોએ ટ્રોલ કરી હોય. આ પહેલાં પણ તે ઘણી વખત ટ્રોલ્સનો સામનો કરી ચૂકી છે. પણ તે ઘણી વખત ટ્રોલ્સને નજર અંદાજ કરે છે. નિખિલ જૈનનાં લગ્ન, સેથામાં સિંદૂર, હિન્દુ પૂજા-પાઠ, પછી બંને વચ્ચે તણાવ. ઘણી વખત ટ્રોલ્સ તેની ક્લાસ લગાવી ચુક્યાં છે.