Western Times News

Gujarati News

નુસરત ભરુચાને ફિલ્મના ગીતના શૂટિંગ દરમિયાન પગ પર ઇજા થઇ

મુંબઇ, નુસરત ભરુચા હાલ રાજ શાંદિલ્યની ફિલ્મ જનહિત મેં જારીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના એક ગીતનું શૂટિંગ કરતી વખતે તેને પગમાં ઇજા થઇ હતી.

નુસરત ભરુચા ફિલ્મ જનહિત મેં જારીના એક સિકવન્સ ગીતનું શૂટિંગ કરી રહી હતી. ત્યારે તેના પગમાં ઇજા થઇ હતી. આ હગીત હોલી પર ફિલ્માવવામાં આવી રહ્યું હતું ત્યારે નુસરતને પગમાં માર વાગ્યો હતો. ડોકટરે તેને થોડા દિવસો આરામ કરવાની સલાહ આપી હતી. આ ગીતના શૂટિંગ માટે એક વિશાલ સેટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ નુસરત શૂટિંગ કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી હાલ શૂટિંગ અટકી પડયું છે.

પ્રોડકશન સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, હોલીના ગીતનું શૂટિંગ અમે શરૃ કરી દીધું હતું. આ માટે એક વિશાળ સેટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ કોરિયોગ્રાફ્ડ ડાન્સ દરમિયાન નુસરતના પગમાં ઇજા થઇ હતી. ત્યારે અમને લાગ્યું હતું કે તે બ્રેક પછી ફરી શૂટિંગ કરી શકશે. પરંતુ આમ થઇ શક્યું નહીં. તેના પગના એક્સરે જાેઇને ડાકટરે તેને ત્રણ-ચાર દિવસ આરામ કરવાની સલાહ આપી છે. આ ગીતનું શૂટિંગ નુસરત વગર કરવું અશક્ય હોવાથી હાલ અમે બંધ કરી દીધું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.