નૂપુર શર્મા-નવીન જિંદાલને ભાજપે પાર્ટીમાંથી બહાર કર્યા

નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ નૂપુર શર્મા અને નવીન જિંદાલને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપ પ્રવક્તા નૂપુર શર્માએ તાજેતરમાં જ મહંમદ પયગંબર પર વિવાદીત ટિપ્પણી કરી હતી, તે પછી તેને લઈને ઘણો વિરોધ પણ થયો હતો. તેમની ટિપ્પણીથી થયેલા હંગામા બાદ ભાજપ તરફથી કાર્યવાહી કરવામાં આવી છે.
નૂપુર શર્માની સાથે જ ભાજપ મીડિયા પ્રભારી નવીન જિંદાલને પણ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવાયા છે.ભાજપ તરફથી રવિવારે જ એક સ્ટેટમેન્ટ બહાર પાડી કહેવાયું કે, પાર્ટી બધા ધર્મોનું સન્માન કરે છે. ભાજપે કહ્યું કે, પાર્ટી કોઈપણ ધર્મ સાથે જાેડાયેલા વ્યક્તિત્વની ટીકાની કડક નિંદા કરે છે. ભાજપના આ નિવેદનને પાર્ટીના નેતા નૂપુર શર્માની ટિપ્પણીના સંદર્ભમાં જાેવામાં આવી રહ્યું હતું.
જાેકે, પાર્ટીએ પોતાના નિવેદનમાં નૂપુર શર્માનો સીધો ઉલ્લેખ કર્યો ન હતો. તો, તેના થોડા સમય પછી જ નૂપુર શર્માને સસ્પેન્ડ કરાયાના અહેવાલ આવ્યા છે.ભારતીય જનતા પાર્ટી તરફથી જાહેર કરાયેલા પત્રમાં એ વાતનો ઉલ્લેખ છે કે, નૂપુર શર્માએ જે મત રજૂ કર્યો તે પાર્ટીના નિયમોની વિરુદ્ધ છે. એટલે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
તો, નવીન કુમાર જિંદાલ માટે દિલ્હી ભાજપ તરફથી જે પત્ર જાહેર કરાયો છે, તેમાં એ વાતનો ઉલ્લેખ છે કે, સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક સદભાવના ભડકાવતા વિચારો રજૂ કરાયા છે. તમારું સભ્યપદ તાત્કાલિક પ્રભાવથી સમાપ્ત કરવામાં આવે છે અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.તાજેતરમાં જ એક ટીવી ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ જ્ઞાનવાપી મસ્જિદ મામલાને લઈને પોતાનો મત રજૂ કર્યો હતો.
આ દરમિયાન તેમણે મહંમદ પયગંબરને લઈને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. આ સ્ટેટમેન્ટ પર ઘણો હંગામો થયો અને નૂપુર સર્મા સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના, દ્વેષભાવ ફેલાવવાના અને બીજા ધર્મ સામે ટિપ્પણી કરવાના આરોપમાં એફઆઈઆર પણ નોંધાઈ છે.ss1kp