નેકેડ બાઇક રાઇડમાં માત્ર માસ્ક પહેરવો પડશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/cycling_mask2.jpg)
Files Photo
અમેરિકાના ફિલાડોલ્ફિયા શહેરમાં આ સ્પર્ધામાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ભાગ લેવા પહોંચે છે
ફિલાડેલ્ફિયા: દર વર્ષે અમેરિકાના શહેર ફિલાડેલ્ફિયામાં નેકેડ બાઇક રાઇડનું આયોજન કરવામાં આવે છે. તે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રચલિત છે. હજારોની સંખ્યામાં લોકો આ બાઇક રાઇડમાં ભાગ લેવા પહોંચે છે. ગયા વર્ષે કોરોના વાયરસના કારણે તેનું આયોજન નહોતું થઈ શક્યું. પરંતુ આ વખતે બાઇક રાઇડનું આયોજન કરવામાં આવશે. પરંતુ શરત એ છે કે તેમાં ભાગ લેનારા લોકોને માસ્ક પહેરીને આવવું પડશે. આ વર્ષે આ ખાસ રાઇડનું આયોજન ૨૮ ઓગસ્ટે થશે. ફિલાડેલ્ફિયામાં આ સપ્તાહે કોરોના વાયરસ સંબંધિત અનેક પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. કોરોનાના કેસો પણ ઓછા થઈ રહ્યા છે. આ ઉપરાંત શહેરમાં વેક્સીનેશનમાં પણ ઘણી તેજી જાેવા મળી રહી છે.
હાલ શહેરમાં દરેક માટે માસ્ક જરૂરી છે. બાઇક રાઇડનું આયોજક વેસલી નૂનાન-સેસા મુજબ હાલ આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોને માસ્ક પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ જાે આવનારા મહિનાઓમાં કોરોના સાથે જાેડાયેલા પ્રતિબંધોમાં વધુ છૂટ આપવામાં આવે છે તો પછી બાઇક રાઇડર માટે માસ્ક પહેરવો પણ જરૂરી નહીં હોય. નોંધનીય છે કે, ફિલાડેલ્ફિયા નેકેડ બાઇક રાઇડમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યા લોકો પહોંચે છે. સૌથી પહેલા લોકો પાર્કમાં એકત્ર થાય છે.
ત્યારબાદ લોકો એક બીજાના કપડા ઉતારે છે. તેમાં મહિલા અને પુરુષો બંને સામેલ થાય છે. ર્નિવસ્ત્ર થયા બાદ લોકો બાઇક પર સવાર થાય છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે કે પોઝિટિવ બોડી ઇમેજને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત સાઇકલ ચાલકોની સુરક્ષાની વકાલત કરવી. સાથોસાથ ફોસિલ ફ્યૂઅલ પર ર્નિભરતાનો વિરોધ કરવો. રાઇડર લગભગ ૧૬ કિલોમીટર સુધી બાઇક ચલાવે છે. રાઇડર બાઇકને ઇન્ડિપેન્ડસ હોલ, લિબર્ટી બેલ અને ફિલાડેલ્ફિયા મ્યૂઝીયમ ઓફ આર્ટ્સ સ્ટેપ્સથી થઈને આગળ વધે છે. રસ્તાના કિનારે બંને તરફ હજારોની સંખ્યામાં લોકો ઊભા હોય છે.