Western Times News

Gujarati News

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮માં પકડ વોરંટ?!

જમાલપુર આસ્ટોડિયા માં રહેતા કથિત વેપારી અબ્દુલલતીફ તીલજીવાલા સામે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ શ્રી બી.વી. વસાવા સાહેબે પકડ વોરંટ કાઢતા આ મુદ્દો કોર્ટમાં ટોક ઓફ ધ બાર નો મુદ્દો બન્યો!

જમાલપુરના સમીનાબેન કચરાજીવાલા સામે કોર્ટમાં સમાધાન કરી એડવાન્સ ચેક આપી ચેક બાઉન્સ નો સીલસીલો ચાલતા અને કોર્ટમાં હાજર નહીં થતાં આરોપીનું પકડ વોરંટ કેમ બજતું નથી શહેર પોલીસ કમિશનર શ્રી સંજયભાઈ શ્રીવાસ્તવ તપાસ કરશે?!

કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવા કોર્ટ હુકમો અને પોલીસ કામગીરી વચ્ચે સમન્વય જરૂરી છે પરંતુ ઘણીવાર વોરંટ કે પકડ વોરંટ બજતા નથી તે કેમ ચાલશે?! અને ઉપરોક્ત કેસ માં હવેલી પોલીસ સ્ટેશન ની ઉદાસીનતા જણાઈ આવે છે!

તસવીરમાં ડાબી બાજુથી ફરિયાદી સમીનાબેન સિરાજભાઈ કચરાજીવલાની છે જ્યારે વચ્ચે ની તસ્વીર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ની છે જ્યારે જમણી બાજુની કથિત તસવીર ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ હેઠળના કેસમાં હાજર નહીં થતા કોર્ટ પક્કડ વોરંટ કાઢેલા આરોપી અબ્દુલલતીફ હુસેનભાઈ તિલજીવાલા ની છે હવે એ જોવાનું છે કે કોર્ટ માથી નીકળેલું

અને હવેલી પોલીસ સ્ટેશનમાં બીજીવાર પહોચેલું પક્ક્ડ વોરંટ બજશે કે નહીં?! આ કેસમાં અગાઉ પણ જમાલપુર હવેલી પોલીસ સ્ટેશને આરોપી સામે ૪૦૬,૪૨૦ નો ગુનો રજીસ્ટર ન કરતા ફરિયાદી મહિલાએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા

હાઇકોર્ટના જસ્ટિસ સોનિયાબેન ગોકાણી ના હુકમ બાદ આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયો હતો અને આરોપી અબ્દુલલતીફ તિલજીવાલા એ કોર્ટમાં સમાધાન કરી એડવાન્સ ચેકો આપેલા આ ચેકો પાછળથી બાઉન્સ થતાં હાલ આરોપી સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ હેઠળ કોર્ટ નંબર ૨૯ ના મેજિસ્ટ્રેટશ્રી બી.વી.વસાવા સાહેબ ની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

ઓલિવર ગોલ્ડસ્મિથ નામના વિચારકે કહ્યું છે કે ‘‘કાયદો ગરીબો પર શાસન કરે છે અને ધનાઢ્યો કાયદા પર શાસન કરે છે”!! જ્યારે અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે ‘‘કાયદો ઘડવા કરતા કાયદાનો અમલ કરવાનું કામ વધારે મહત્વનું છે’’!! અમદાવાદ શહેરમાં આજકાલ સાઇબર ક્રાઇમ ને લગતા ગુના વધ્યા છે!

તો કેટલાક કથિત રીઢા ગુનેગારો કાયદો હાથમાં લઈને બેફામ બન્યા હોવાનું મનાય છે ત્યારે કમ સે કમ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજયભાઈ શ્રીવાસ્તવે દરેક વિસ્તારના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વધુ નિષ્ઠાપૂર્વક કર્મશીલ બનાવવાની જરૂર છે

તાજેતરમાં જમાલપુર વિસ્તારમાં રહેતા કથિત વેપારી અબ્દુલલતીફ હુસેનભાઇ તિલજીવાલા ફોજદારીકોર્ટ કંપાઊન્ડમાં વકીલ આલમમાં ટોક ઓફ ધ બાર નો મુદ્દો બન્યા છે કારણ કે તેઓ એ વાત સામે સમાધાન કરી ફરી ગયા પછી તેમનું કોર્ટ નંબર ૨૯ ના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.વી.વસાવા સાહેબે બીજીવાર પકડ વોરંટ કાઢતા ભારે ચકચાર મચી ગઇ છે

અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી સંજયભાઈ શ્રીવાસ્તવે વિચારવા જેવું છે કે સદરહુ કેસમાં ગંભીર નોંધ લઇ પી.સી.બી. બ્રાન્ચને વિના વિલંબે તાત્કાલિક નિર્ણય કરવા જેવો કિસ્સો?! 

બિસ્માર્ક નામના વિચારકે સરસ કહ્યું છે કે ‘‘ઇતિહાસ લખનાર કરતા ઇતિહાસ ઘડનારાની વધુ જરૂર હોય છે’’!! દેશમાં અનેક કાયદાઓ છે અને ગુજરાત સરકારે પણ અનેક કાયદાઓ ની રચના કરી છે પરંતુ તેનો અમલ પ્રમાણિકપણે ના થાય અને કાયદાનો યોગ્ય અર્થઘટન કરી પગલાં ન લેવાય તો અદાલતમાં કેસો નીકળી જાય

આવા સંજોગોમાં હાઈકોર્ટ કે અન્ય તે કરેલા હુકમનું પાલન ન થાય તો કાયદાનું શાસન ટકી શકે નહીં માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજયભાઈ શ્રીવાસ્તવે આ બાબતે વધુ ગંભીર બની શહેરના દરેક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરોને જરૂરી લેખિત સૂચના અપાશે તો પોલીસ તંત્રની કામગીરી નો નવો ઇતિહાસ ઘડાશે નહિ પણ નવો ઇતિહાસ રચાશે અને હવે કંઈ વધુ સારું કરવાની જરૂર છે

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચર્ચાસ્પદ કથિત વેપારી અબ્દુલલતીફ હુસેનભાઈ તિલજીવાલા જેઓ જમાલપુર આસ્ટોડિયા વિસ્તારમાં આવેલ મકાન નંબર ૩૮૦૨ ભેસાપોળ કાજીના ઢાબા પાસે રહે છે.

તેની સામે જમાલપુરમાં જ રહેતા સમીનાબેન કચરાજીવાલા એ ઈપીકો કલમ ૪૦૬ ૪૨૦ ફરિયાદ કરતા હવેલી પોલીસ સ્ટેશનમાં ૩૪/૨૦૧૬ થી ગુનો રજીસ્ટર થયો હતો અને ત્યારબાદ કોર્ટ સમક્ષ સમાધાન કરીને લેણી નીકળતી રકમ ના એડવાન્સ ચેક આપ્યા હતા અને ત્યારબાદ આરોપી ના કેટલા ચેકો બાઉન્સ થતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કેસ મુકવામાં આવેલ છે.

પરંતુ કાયદાને ખિસ્સામાં લઈને ફરતા આરોપી અબ્દુલલતીફ હુસેનભાઈ તિલજીવાલા અદાલતમાં પડતી તારીખે હાજર નહીં થતા એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર ૨૯ ના ન્યાયાધીશશ્રીએ આરોપીનો જૂન ૨૦૧૯ ના રોજ પકડ વોરંટ કાઢયું હતું એવું જાણવા મળેલ છે પરંતુ તે આરોપીને ન બજતાં કહેવાય છે કે હાજર થયેલ નથી!!

એટલે કોર્ટના ન્યાયાધીશ શ્રી બી.વી. વસાવા સાહેબે જુલાઈ ૨૦૨૧ માં બીજુ પકડ વોરંટ કાઢયું હોવાનું કહેવાય છે પરંતુ આ રીતે કોર્ટે જારી કરેલી પકક્ડ વોરંટ આરોપીને બજે નહીં તો કેસોનો અદાલતમા ભરાવો જ થાય ને? તેનું શું?! આ શહેર પોલીસ કમિશનર શ્રી સંજયભાઈ શ્રીવાસ્તવે વિચારવાની જરૂર છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.