Western Times News

Gujarati News

નેટફ્લિક્સની સ્પેનિશ ક્રાઇમ વેબ સિરીઝ મની હાઇસ્ટની અંતિમ સીઝનની ડેટ જાહેર

મુંબઇ: નેટફ્લિક્સની સ્પેનિશ ક્રાઇમ વેબ સિરીઝ મની હાઇસ્ટની વિશ્વભરમાં મોટી સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. ભારતમાં આ પણ શો નાં ઘણા ચાહકો છે, જેમાં બોલિવૂડનાં ઘણા કલાકારો પણ સામેલ છે. ચાહકો આતુરતાથી આ શો ની દરેક સીઝનની રાહ જાેતા હોય છે, પરંતુ પાંચમી સિઝનને લઇને આતુરતા થોડી વધારે છે, કારણ કે શો ની આ અંતિમ સિઝન છે. ચાહકોને જાણવાની ઉત્સુકતા છે કે પ્રોફેસર અને તેની ગેંગનું શું થયું?

આ આતુરતા હવે ખતમ થવાની છે, ફક્ત બે મહિનાની જ વાત છે. નેટફ્લિક્સે તેની રિલીઝ ડેટ જાહેર કરી છે. પાંચમી અને અંતિમ સીઝન ૨ ભાગોમાં રિલીઝ કરવામાં આવશે. પ્લેટફોર્મે બંને માટે તારીખોની ઘોષણા કરી છે. સીરીઝનાં વીડિયો શેર કરવાની સાથે નેટફ્લિક્સનાં એકાઉન્ટથી લખવાામાં આવ્યુ- બેલા બૂમો પાડો. મની હાઇસ્ટનો અંતિમ ભાગ આ વર્ષે આવી રહ્યો છે. ૩ સપ્ટેમ્બરે વોલ્યૂમ ૧ અને ૩ ડિસેમ્બરે વોલ્યૂમ ૨ આવશે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં મની હાઇસ્ટનાં ૪ સીઝન આવી ચુક્યા છે. જેને પાર્ટ કહેવામાં આવ્યા છે. આ ચારેય સીઝન નેટફ્લિક્સ પર છે. પોતાની લોકપ્રિયતાનાં કારણે મની હાઇસ્ટ એક અલગ શો બની ચુક્યો છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આ શો ટીવી પર ફ્લોપ રહ્યો હતો.

મની હાઇસ્ટની ચારેય સીઝન સુપરહિટ રહી છે. જેમા, ચોરી દરમ્યાન પહેરેલો માસ્ક અને ગીત ‘બેલા ચાઓ’ એટલું જ લોકપ્રિય બન્યું હતું. મૂળ સ્પેનિશમાં, આ સિરીઝ અંગ્રેજી ભાષામાં નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. આપને જણાવી દઈએ કે, ‘મની હાઇસ્ટ’ પહેલીવાર સ્પેનિશ ટીવી પર દેખાડવામાં આવ્યો હતો ત્યારે આ સિરીઝ ફ્લોપ થઇ ગયો હતો. મેકર્સે બીજી સીઝન પછી તેને બંધ કરવાનો ર્નિણય પણ લીધો હતો. નેટફ્લિક્સે આ શો ખરીદ્યો અને તેને ખૂબ મોટી સફળતા મળી. જાે કે, શરૂઆતમાં તેનુ પ્રમોશન પણ કરવામા આવ્યુ નહોતુ. ધીરે ધીરે, આ શો ની લોકપ્રિયતામાં વધારો થયો અને યુરોપમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં પણ તે આજે પસંદ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.