નેતાજી એક્સપ્રેસના નામથી ઓળખાશે કાલકા મેલ: રેલવે
નવીદિલ્હી, નેતાજી સુભાષ ચંદ્ર બોસની ૧૨૫મી જન્મજંયતી પર રેલવેએ મોટું એલાન કર્યું છે. રેલ્વેએ હાવડા-કાલકા મેલનું નામ હવે નેતાજી એક્સપ્રેસ કરવાનો ર્નિણય લીધો છે.રેલ્વે પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોસે ભારતને સ્વતંત્રતા અને વિકાસના એક્સપ્રેસ માર્ગ પર આગળ વધાર્યો છે. હું તેમની જંયતી પર નેતાજી એક્સપ્રેસની શરુઆતથી ખુબ જ રોમાંચિત છું.
ઉલ્લેનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને પ્રચાર-પ્રસાર પણ શરુ થઈ ગયો છે. જેના માટે ભારતીય જનતા પાર્ટી અને રાજ્યમાં સત્તા સંભાળી રહેલી ટીએમસી વચ્ચે નેતાજીની વિરાસતને લઈ લડાઈ શરુ થઈ ગઈ છે. ત્યારે આશા છે કે, સરકાર આ યોજનાને ચૂંટણીમાં સંપુર્ણ ફાયદો ઉઠાવવાનો કોશિષ કરશે.
આ પહેલા સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું હતું કે, ભારત સરકારે નેતાજીની રાષ્ટ્ર માટે નિ ઃ સ્વાર્થ સેવાને સમ્માનિત કરવા અને યાદ રાખવા માટે સાથે દેશના લોકો વિશેષ રુપથી યુવાઓને પ્રેરિત કરવા માટે દર વર્ષે ૩૦ જાન્યુઆરીના રોજ પરાક્રમ દિવસના રુપમાં મનાવવાનો ર્નિણય લીધો છે.HS