નેતાને ત્યાં લગ્નપ્રસંગે ડીજે બંધ કરાવવાનું પોલીસને ભારે પડ્યું, લોકોએ પથ્થરમારો કર્યો
સુરતમાં માંડવીમાં પત્થરમારો થતાં નાસભાગઃ કોવિડ નિયમોની ઐસીતૈસી
સુરત, સુરતના માંડવી તાલુકાના વીરપોર ગામે લગ્નપ્રસંગે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ ઉપર પત્થરમારો કરાતા ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસ સાથે ઘર્ષણ થતાં અફડતફડીનો માહોલ સર્જાયો હતો.
માંડ માંડ થાળે પડેલા ઘર્ષણ બાદ પોલીસે જાહેરનામાના ભંગ કરવા બદલ અને એપેડેેમિક એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માંડવીના વીરપોર ગામે લગ્ન પ્રસંગ હતો. માંડવી તાલુકાના વિરપોર ગામે પોલીસ ઉપર પત્થરમારો થયો હતો. શુક્રવારની રાત્રીના રોજ માંડવી પોલીસે વિરપોર ગામે લગ્નપ્રસંગે ચાલતા ડીજેને બંધ કરાવવા માટે પહોંચી હતી. દરમ્યાન હાજર લોકોએ ડીજે બંધ કરાવવા માટે ગયેલી પોલીસ સાથે ઘર્ષણ કરી પત્થરમારો કર્યો હતો. હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. ત્યારે સરકાર દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત બહાર પાડવામાં આવેેલી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવેલી છે.
પોલીસે વધારાના ફોર્સ બોલાવવી પડી હતી. વીરપોર ગામે સરકરની કોવિડ-૧૯ ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરી લગ્ન પ્રસંગે યોજાયેેલા ડી.જે.પાર્ટીમાં ૭૦૦ જેટલા લોકો એકત્રિત થયા હતા. જેને લઈને માંડવી પોલીસ વીરપોર ગામે ડીજે બંધ કરાવવા માટે ગઈ હતી.
જ્યાં ડીજે પાર્ટીમાં આવેલા કેટલાંક લોકોના ટોળાએ ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે સંઘર્ષ કર્યો હતો. અને ટોળાએ પોલીસ ઉપર પત્થરમારો કરતા પોલીસે સ્થળ છોડી દેવાની નોબત આવી હતી. ઘટના ઉગ્ર બનતા વીરપોર ગામે વધારાનો ફોર્સ બોલાવવામાં આવ્યો હતો.
ઘટનામાં માંડવી પોલીસે કોવિડ-૯ ગાઈડ લાઈનનો ભંગ કરવા બદલ અને પોલીસ સાથે ઘર્ષણ કરવા બદલ ૩ લોકો સામે ફરીયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ટોળાએ ભગાડી માંડવી તાલુકાના વીરપોર ગામે તાલુકા પંચાયતના શાસક પક્ષ નેતાને
ત્યાં રાત્રીના લગ્નમાં સ્થાનિક પોલીસ ડીજે બંધ કરાવવા જતાં પોીસ પર સગાવહાલાઓએ પત્થરમારો કરી પોલીસને દૂર સુધી ભગાડી હતી. તમ છતાં પોલીસે આખી રાત ગઈ કોઈ નક્કર કાર્યવાહી કરી નહોતી. જાે કે પોલીસ પર જાનલેવા હુમલો થતો હોઈ અને તોય પોલીસે ગંભીર ફરીયાદ કરી કાર્યવાહી કરી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.