નેતૃત્વ જતું કરવા કોહલીને ૪૮ કલાકનું અલ્ટિમેટમ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Virat-Kohli-3-scaled.jpg)
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ બોર્ડે એક મહત્વનો ર્નિણય લઈને વિરાટ કોહલીને વન ડે ટીમના કેપ્ટન તરીકે પણ હટાવી દીધો છે.ટી-૨૦ની જેમ વન ડે ટીમની કેપ્ટનશિપ પણ રોહિત શર્માને સોંપવામાં આવી છે.
દરમિયાન હવે ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, વન ડે ટીમની કેપ્ટનશિપ છોડવા માટે કોહલી રાજી નહોતો અને તેને ક્રિકેટ બોર્ડે ૪૮ કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ હતુ.એ પછી પણ બોર્ડને કોહલી તરફથી કોઈ જવાબ નહીં મળતા આખરે બોર્ડે જાતે ર્નિણય લઈને રોહિત શર્માને વન ડેની કેપ્ટનશિપ સોંપી દીધી હતી.
બોર્ડે ૨૦૨૩માં ભારતની યજમાનીમાં યોજાનારા વર્લ્ડકપને ધ્યાનમાં લઈને આ ર્નિણય લીધો છે.જાેકે હજી સુધી આ મુદ્દે કોહલીનુ નિવેદન આવ્યુ નથી.એવુ કહેવાય છે કે, કોહલી આગામી વર્લ્ડ કપ સુધી વન ડે ટીમનો કેપ્ટન બની રહેવા માંગતો હતો.જાેકે પસંદગીકારોએ કોહલીને આ મોકો આપવા માટે તૈયારી બતાવી નહોતી.
રિપોર્ટમાં એવુ પણ કહેવાયુ છે કે, ભારતીય ટીમ તાજેતરમાં ટી-૨૦ વર્લ્ડકપમાં ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી ત્યારે જ કોહલીને વન ડે ટીમના કેપ્ટન તરીકે હટાવવાનો ર્નિણય લઈ લીધો હતો. કોહલી પાંચ વર્ષથી ટીમનો કેપ્ટન છે ત્યારે ક્રિકેટ બોર્ડ કોહલીને સન્માનજનક રીતે કેપ્ટન તરીકે વિદાય આપવા માંગતુ હતુ પણ કોહલીના વલણના કારણે બોર્ડે કોહલીને કેપ્ટન તરીકે હાંકી કાઢવો પડયો છે.
કોહલીને ધોનીએ પોતાના નેતૃત્વ હેઠળ ભાવિ કેપ્ટન તરીકે ઘડયો હતો અને જ્યારે યોગ્ય સમય આવ્યો ત્યારે કોહલીને વ્હાઈટ બોલ ક્રિકેટ માટેની કેપ્ટનશિપ સોંપી દીધી હતી.બે વર્ષમાં કોહલી સૌથી શક્તિશાળી કેપ્ટન બની ગયો હતો.SSS