નેત્રંગના ઝોકલા લુંટના એક વર્ષથી ફરાર બે આરોપીઓ પકડાયા

સોના-ચાંદી અને રોકડ રકમ સહિત તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા ફરાર.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, નેત્રંગના ઝોકલા ગામની લુંટના એક વર્ષથી ફરાર બે આરોપીઓ પકડી પાડી જેલભેગા કરી દીધા હતા. પ્રાપ્ત માહિતી મુજબ પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ઝોકલા ગામના અજય મંગળ વસાવાના ઘરે અતુલ કમલેશ વસાવા અને સુરેશ રામુ વસાવાએ સહિતના ઈસમોએ પથ્થરમારો-હુલ્લડ કરીને અજય મંગળ વસાવાની પત્ની લાકડીના સપાટા વડે માર મારી તોડફોડ કરીને ચાંદીનું મંગળસુત્ર,સોનાની બુટ્ટી અને સાકળા સહિત રોડક રકમની લુંટ કરીને ફરાર થઈ ગયા હતા.આ બાબતે નેત્રંગ પો.સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતા અને ફરાર ઈસમોને પકડી પાડવાની તજવીજ હાથધરી હતી.
એક વર્ષ જેટલો લાંબો સમય પસાર થયા બાદ બંને ઇસમો ઝોકલા ગામે પોતાના ઘરે જ હોવાની બાતમી નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઈ એન.જી પાંચાણી અને સ્ટાફે પુરતો પોલીસ બંદોબસ્ત સાથે વોચ ગોઠવી બંને ઈસમોને પકડી જેલભેગા કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.