નેત્રંગના રેલ્વે સ્ટેશન-પોલીસ ક્વાટર્સ વિસ્તારમાં ગંદકીથી રોગચાળાની દહેશત
(તસ્વીર ઃ વિરલ રાણા, ભરૂચ) નેત્રંગ ગ્રામ પંચાયતને સેવાસદન પાસે આવેલ રેલ્વે સ્ટેશન અને પોલીસ ક્વાટર્સ વિસ્તારમાં ગંદકી-કાદવ કિચડથી રોગચાળોની દહેશતની સાથે વસવાટ કરતા રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે.તો બીજી તરફ સાફ સફાઈ બાબતે ગ્રામ પંચાયતના સત્તાધિશો રેલ્વે તંત્ર આડ ખીલી બનતી હોવાનું બહાનું આગળ ધરી કોઈપણ જાતની કામગીરી કરવા માંગતી નથી.
જેમાં અંકલેશ્વર થી નેત્રંગ સુધી વર્ષો પહેલા કાચામાલની હેરાફેરી માટે નેરોગ્રેજ રેલ્વે શરૂ કરવામાં આવી હતી.જેનું મુખ્ય રેલ્વે સ્ટેશન નેત્રંગના આવેલ ગાંધી બજાર પાસે આવેલ છે.સન ૧૯૯૪ માં અમરાવતી નદીમાં ભારે પુર આવતા રેલ્વેના પાટા અને પુલોને ભારે નુકસાન થવાથી રેલ્વે લાઈન બંધ પડી હોવાથી મુખ્ય રેલ્વે સ્ટેશ ખંડેર હાલતમાં છે.
જેને લઈને સ્ટેશન વિસ્તારના ઉપરના ભાગમાં રહેતા રહીશો દ્રારા તમામ પ્રકારના વપરાશના પાણીનો નિકાલ બેરોકટોક રેલ્વે સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે.જેને લઈને ગંદકીના ઢગલા જામી રહ્યા છે.
કાદવ કિચડ ભારે માત્રમાં થતા આ વિસ્તાર માંથી જીન બજાર વિસ્તારમાં આવેલ દેવ મંદિરોએ,બેંકોમાં,પોષ્ટ ઓફીસ વિગેરે જગ્યાએ જવા માટે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.
ગંદકી-કાદવકિચડને લઈને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે. આ બાબતે ગ્રામ પંચાયતના સત્તાધિશોનું ધ્યાન દોરતા જણાવેલ કે સાફસફાઈ કરાવી છે.પરંતુ રેલ્વે તંત્ર કરવા દેતું નથી.બીજી તરફ ૧૯૯૪ થી બંધ પડેલ નેરોગ્રેજ રેલ્વે લાઈનના પાટા ઉખાડવાની કામગીરી ઝધડીયા-નેત્રંગ વચ્ચેના વિસ્તારમાં ચાલુ છે.
રેલ્વે તંત્ર સાફ સફાઈ બાબતે આડખીલી બનવાના બદલે હકારાત્મક અભિગમ અપનાવી જન આરોગ્ય ની સુખાકારી માટે ગ્રા.પંચાયતના સત્તાધિશોને સહકાર આપે તેવું પ્રજામા ચર્ચાઈ રહ્યું છે.*