Western Times News

Gujarati News

નેત્રંગની શાળાઓમાં સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માંગ સાથે હોબાળો

વિદ્યાર્થીઓ-વાલીઓ કોંગ્રેસ અગ્રણીની આગેવાનીમાં ધસી આવતા માહોલ ગરમાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષાનું પરીણામ નેત્રંગ તાલુકાની શાળાઓનું પરીણામ ૯૦ ટકાથી ઉપર આવતા તેની વિપરીત ધોરણ ૧૧ માં આર્ટસ અને કોમર્સ વિભાગમાં એડમિશન માટે વિદ્યાર્થીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

શિક્ષણ વિભાગ એક ઓરડામાં ૬૦ વિદ્યાર્થીઓને બેસાડવા માટેની મંજુરી આપે છે. પરંતુ એક ઓરડામાં ૮૦ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે તો પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણકાર્યથી વંચિત રહેવાની ચોંકાવનારી માહિતી મળી છે.

તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રીમતિ એમ.એમ ભક્ત હાઈસ્કુલમાં કોંગ્રસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હલ્લાબોલ કરતાં માહોલ ગરમાયો હતો.

શાળામાં અભ્યાસ કરીને પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ એડમિશન આપવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી.ત્યારે ભક્તના હાઈસ્કુલના આચાર્ય આર.એલ વસવાએ જણાવ્યું હતું કે તમામ વિધાર્થીઓ શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે અમારી શાળાની પ્રાથમિકતા છે.ક્રમસઃ વિદ્યાર્થીઓને એડમિશન આપવમાં આવી રહ્યા છે અને શાળામાં વધુ ઓરડાની મંજુરી શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં તે માટે લેખિત રજુઆત કરી દેવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.