Western Times News

Gujarati News

નેત્રંગમાં રેલ્વે દ્વારા મકાનો દુર કરાતા ઘરવિહોણા લોકોની કલેક્ટરને રજૂઆત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના નેત્રંગ પંથકમાં રેલવેની હદમાં ગેરકાયદેસર ૩૦૦ થી વધુ મકાનો ઉનાળાની કાળઝાળ ગરમીમાં દૂર કરાતા લોકો ઘરવિહોણા થતા ગરીબીની નનામી સાથે ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી.

ગત ૩૦ માર્ચ ના રોજ નેત્રંગ પંથકમાં રેલવેની હદમાં ૩૦૦ થી વધુ મકાનો ગેરકાયદેસર હોવાના કારણે રેલવે વિભાગ સહીત લાગતા વળગતા તંત્રએ ઉનાળાની ૪૦ ડિગ્રીના તાપમાન વચ્ચે પણ માનવતા નેવે મૂકી ચાર જેટલા જેસીબી અને બુલડોઝર થી મકાનો દૂર કરવામાં આવતા ૭૦૦ થી વધુ લોકો બાળકો સાથે રસ્તે રઝળતા થયા હતા

અને ઘરવિહોણા લોકોને આશ્વાસન આપવા માટે સાંસદ મનસુખ વસાવા પણ પહોંચ્યા હતા અને ઘરવિહોણા લોકો માટે બે ટંક ભોજનની પણ જનપ્રતિનિધિઓ દ્વારા કરાઈ હતી.ત્યાર બાદ ઉનાળાની કારઝાળ ગરમી વચ્ચે ઘરવિહોણા લોકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે

અને ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપતા પરિવારોના વિદ્યાર્થીઓએ સ્ટ્રીટ લાઈટના અજવાળે પરીક્ષા ની તૈયારી કરવાની ફરજ પડી રહી હોવાના આક્ષેપ સાથે ઘરવિહોણા લોકોએ ગરીબીની નનામી સાથે ભરૂચ કલેકટર કચેરી ગજવી મુકતા એક સમયે પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું

અને છત વિનાના થયેલા લોકોએ સરકાર અને તંત્ર સાથે આક્રોશ વ્યક્ત કરી બેઘર થયેલા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે આગામી દિવસો માં ન્યાય મેળવવા ના ભાગરૂપે નેત્રંગ થી ગાંધીનગર સુધી પદયાત્રા કરી આંદોલન કરીશું તેમ છતાં ન્યાય નહિ મળે તો ભગતસિંહ ની રાહે પણ આંદોલન કરીશું તેવી ચીમકી ઘરવિહોણા લોકોએ ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.