Western Times News

Gujarati News

નેત્રંગ ચાર રસ્તા ઉપરથી ભેંસોને કતલખાને લઈ જતાં આઈસર ટેમ્પાને પોલીસે ઝડપી પાડ્યો

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.જી પાંચાણી અને પોલીસકર્મીઓ નાઈટ પેટ્રોલીંગમા હતા.જે દરમ્યાન અંકલેશ્વર તરફ થી તાડપત્રી બાંધેલી હાલતમાં આઈશર ટેમ્પો નંબર જીજે ૧૬ એયુ ૬૮૪૬ નેત્રંગ ચાર રસ્તા પાસે આવતા સાઈડમાં આઈશર ટેમ્પાને ઉભો રાખી તપાસ કરતાં આઈસર ટેમ્પામાં નાની-મોટી ૧૫ ભેંસોને ખીચોખીચ દોરડા વડે બાંધી ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર કતલખાને લઈ જવાનું માલુમ પડ્યું હતું.


નેત્રંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરતા રૂપિયા ૧,૫૦,૦૦૦ ની ભેંસો અને આઈસર ટેમ્પા ની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૪,૫૦,૦૦૦ નો મદ્દામાલ સાથે  ધસકાંદરભાઈ કમાલભાઈ સૈયદ ઉ.વ.૪૦  રહે.કણભા નવીનગરી તા.કરજણ જી.વડોદરાને પકડી જેલભેગો કરી દેવામાં આવ્યો હતો.જયારે ઉસ્માનભાઈ ઉર્ફ ભીખો યાકુબ પટેલ રહે.વલણ  તા.કરજણ  જી.વડોદરા વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાહતા.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લાના પોલીસતંત્રના ચોપડે નેત્રંગને અતિસંવેદનસીલ તાલુકા તરીકે ગણના થાય છે.કારણ કે નેત્રંગ તાલુકા મથક થી માત્ર ૧૪ કિ.મી નર્મદા જીલ્લો અને ૧૫ કિ.મી સુરત જીલ્લા સહિત માત્ર ૫૫ કિ.મી ઉપર મહારાષ્ટ્ર રાજ્યનો સરહદી વિસ્તાર શરૂ થઈ જતા ભરૂચ,નર્મદા અને સુરત જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં દારૂની ગુનાહિત પ્રવૃત્તિઓને આસાનીથી અંજામ આપી શકાય છે.ગુનાખોરી માટે નેત્રંગને એપી સેન્ટર ગણાતું હોવાથી નેત્રંગ પોલીસ સ્ટેશનમાં જવાબદાર પીએસઆઈ કક્ષાના અધિકારી અને સ્ટાફને રાત-દિવ ખડેપગે તૈયાર રહેવું પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.