નેત્રંગ – ઝંખવાવ રોડ ઉપર ટ્રકને અકસ્માત નડતા ડ્રાઈવરને કેબિનને કાપીને રેસ્ક્યુ કરી બહાર કાઢયો.
(વિરલ રાણા) ભરૂચ,પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ થી ઝંખવવા રોડ ઉપર દાદરાનગર હવેલી તરફથી બોડેલી રેતી ભરવા જતી ટ્રકને અકસ્માત નડ્યો હતો.જેમાં સ્થાનિક રહીશોની મદદથી ટ્રકના કેબિનનું પતરૂ કાપી ગંભીર રીતે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને રેસ્ક્યુ કરી ભારે જહેમત ઉઠાવી બહાર કાઢ્યો હતો.
૧૦૮ એમબ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.પરંતુ વધુ સારવારની જરૂર અર્થે ભરૂચ સિવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતથી ઘટનાની જાણ રહીશોને થતાં ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.
ટ્રાફિમજામ થતાં અન્ય રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ઉલ્લેખનીય છે કે નેત્રંગ ચારરસ્તા ઉપરથી બોડેલીની ઓરસંગ નદીની રેતી ભરેલા હાઈવા-ડમ્પર નેત્રંગથી સુરત, તાપી, વલસાડ અને વાપી તરફ જાય છે.હાઈવા – ડમ્પર ટ્રકો ખાલી ઓવરલોડ ભરેલા હોઈ છે.
નેત્રંગ ચાર રસ્તા ઉપર ભારે ટ્રાફિક સમસ્યા અને પોલીસકર્મીઓની હાજરી હોવા છતાં ઉશ્કેરાયેલા સાંઢની માફક બે રોકટોક અને ગફલતભરી રીતે પસાર થતાં હોવાથી સ્થાનિક રહીશો ભયનો માહોલ જોવા મળે છે.ઓવરલોડ ખનિજો ભરીને દોડતા વાહનોના નંબરોથી લઈ સાઈડ લાઈટ અને અનેક જાતના આરટીઓના નિયમોનો ભંગ કરીને દોડતા વાહનો જોવા મળે છે.
પરંતુ જવાબદાર તંત્રને જોવા મળતા નથી.નેત્રંગ ચાર રસ્તા ઉપર ગોજારો અકસ્માત બને તે પહેલા તંત્ર કડક હાથે કામગીરી કરે તેવુ પ્રજામા ચર્ચાઈ રહ્યું છે.