Western Times News

Gujarati News

નેત્રંગ તાલુકાના રસ્તાઓ ઉપરના ખાડાઓ પુરવા માર્ગ-મકાન વિભાગને ફુરસત નથી

 રોજેરોજ અકસ્માતોની બનતી ઘટનાથી વાહનચાલકોમાં ભય.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ:  પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનની પ્રારંભની સાથે જ ધોધમાર વરસાદી પાણીના પગલે રોડ-રસ્તાનું ભારે ધોવાણ થતા નિર્માણની કામગીરીમાં ભારે ગોબાચારી થઈ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.જેમાં નેત્રંગ-મોવી રોડ અને તાલુકાભરના રોડ-રસ્તા ઉપર મસમોટા ખાડા પડવા છતાં જવાબદાર માગૅ અને મકાન વિભાગ દ્વારા પ્રાથમિક ધોરણે પણ સમારકામની કામગીરી કરવામાં નહીં આવતા વાહનચાલકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.નેત્રંગ-મોવી રોડ અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ માગૅ ઉપર આવેલ છે.

આ રોડ આગળ જઈને દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી મળે છે અને એકમાત્ર સીએનજી પંપ આવેલ હોવાથી રાત-દિવસ નાના-મોટા માલધારી વાહનોની હજારોની સંખ્યામાં  અવરજવર રહેતી હોય છે.એક-એક ફુંટ ઉંડા ખાડા પડવાથી વાહનચાલકોને જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે,મામુલી ગફલતથી રોજેરોજ અકસ્માતની ઘટના બની રહી છે.તેવા સંજોગોમાં તાત્કાલીક નેત્રંગ તાલુકાના રોડ-રસ્તા ઉપરના પડેલા ખાડાનું પ્રાથમિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.