નેત્રંગ તાલુકામાં સીએચસી અને ૫ પીએચસીમાં ૭૮ લોકોના કોવિડ ટેસ્ટિંગ કરાતા ૭ પોઝીટીવ આવ્યા
નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજે ૨૬ લોકોના કોવિડ ૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૭ લોકોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા.આવી જ રીતે ચાસવડ પીએચસીમાં ૧૩ , મોરીયાણા ૮ , થવા ૧૫ , ખરેઠા ૧૫ અને બીલોઠી ૧ શંકાસ્પદ લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.કુલ ૭૮ લોકોના કોવિડ ૧૯ ટેસ્ટ કરાયા હતા જેમાંથી નેત્રંગ ટાઉનના ૪ પોઝીટીવ કેસ નોંધાયા હતા.
વાલિયા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર વાલિયા ખાતે ચાર જેમાંથી એક પોઝીટીવ રીપોર્ટ આવેલ હતો. ડહેલી પીએચસીમાં ૫,ગુંદીયા ૮ અને કોંઢમાં ૫ કુલ ૨૨ રેપીડ ટેસ્ટ કરાયા હતા.તેમાંથી વાલિયા ટાઉનમાં એક મહિલા પોઝિટિવ આવી હતી.
કોવિડ ૧૯ રેપીડ એન્ટીજન ટેસ્ટિંગ કરાતા આવેલા પોઝીટીવ વાલિયામાં મંજુલાબેન યુ દોશી,ઉ.વ.૬૫ રહે. એક્સિસ બેન્ક પાછળને જયાબેન મોદી હોસ્પિટલમાં,પ્રદીપભાઈ સી ગુર્જર ઉ.વ.૫૨ રહે,ગાંધીબજાર,જલારામ ફળિયું નેત્રંગને અંકલેશ્વર કોવિડ ૧૯ હોસ્પિટલ,ચંદ્રકાંતભાઈ સી પ્રજાપતિ ઉ.વ.૬૫ રહે,નેત્રંગ ગાંધી બજારને રાજપીપળા કોવિડ ૧૯ હોસ્પિટલમાં અને ઋષિ વિપુલભાઈ સુરતી ઉં.વ.૧૯ રહે,નેત્રંગ જવાહર બજાર અને જમનાબેન વી સુરતી ઉં.વ.૩૭ રહે,જવાહર બજાર નેત્રંગ આ માતા અને પુત્રીને ઘરે આઈસોલેશનમાં રાખી આરોગ્ય વિભાગ સારવાર કરી રહી છે.તો વધુ ત્રણ પોઝીટીવ આવતા શાહનવાઝ નસીમભાઈ પઠાણ ઉ.વ.૨૫ રહે,જવાહર બજાર નેત્રંગ,દિપતેષ અરવિંદભાઈ દોશી ઉ.વ.૪૩ રહે,ગાંધી બજાર નેત્રંગ અને કમળાબેન છગનભાઈ પ્રજાપતિ ઉ.વ.૮૫ રહે,ગાંધી બજાર નેત્રંગ નો કોરોના પોઝીટીવ આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.