નેત્રંગ પંજાબનગરી ગામે આંબાવાડી માંથી ૧૨.૫૪ લાખનો દારૂનો જથ્થો પકડાયો.
મોબાઈલ – ૨,મોટર સાયકલ -૨ અને ફોરવ્હીલ ગાડી – ૨ સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના પોલીસ તંત્રના ચોપડે ગુનાહિત પ્રવૃતિઓને આસાની થી અંજામ આપવા માટે નેત્રંગને એપી સેન્ટર ગણવામાં આવે છે.અવારનવાર વિદેશ દારૂનો જથ્થો પકડાવો અને હેરાફેરીનો પર્દાફાશ થતો હોય છે.નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.જી પાંચાણી તેઓની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા.જે દરમ્યાન કંબોડીયા આટખોલ ચાર રસ્તાથી પંજાબનગરી તરફ જવાના રસ્તા ઉપર આવેલ કલ્પેશ પટેલના ખેતરમાં આવેલ આંબાવાડીમાં બાગમાં અંદરની સાઈડ કંબોડીયા ગામનો રાહુલ ઉર્ફે કાળીયો ઓકારામ માલી,મુકેશ કેશરીમલભ માલી અને રાહુલ રમેશ વસાવા રહે.હાથાકુંડી તા.નેત્રંગ વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ હોય અને દારૂના જથ્થાનું હાલમા કટીગ ચાલે છે.
તેવી બાતમી મળતા પુરતા પોલીસ બંદોબસ્ત રેડ કરતાં ઘટના સ્થળ ઉપરથી ભાગદોડ મચી જતા સ્થળ ઉપરથી
(૧) રતીલાલ રાજીયા વસાવા (ઉ.વ.૫૨ રહે.મોતીયા)
(૨) મહેશ જાતર વસાવા (ઉ.વ.૪૨ રહે.ભાંગોરી) રંગેહાથે પકડાઈ ગયા હતા.જ્યારે બીજા આરોપીઓ અંધકારનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા.નેત્રંગ પોલીસે વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૯૧૪૪,બીયર ટીન નંગ :- ૧૦૫૬ મળી કુલ્લે નંગ-૧૦,૨૦૦ જેની કિંમત ૧૨,૫૪,૦૦૦, મોબાઈલ નંગ-૨ જેની કિંમત ૧૦,૦૦૦, ફોરવ્હીલ ગાડી નંગ-૨ જેની કિંમત ૮,૫૦,૦૦૦,મોટર સાયકલ નંગ-૨ જેની કિંમત,૧૫,૦૦૦ મળીને કુલ ૨૨,૨૯,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપીઓને જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.
તો ફરાર આરોપીઓ
(૧) રાહુલભાઈ ઓકારામ માલી રહે.કબોડીયા
(૨) મુકેશ કેશરીમલ માલી રહે.કંબોડીયા
(૩) રાહુલ રમેશભાઈ વસાવા રહે.હાથાકુંડી
(૪) દારૂનો જથ્થો લઈ નાશી જનાર એક સફેદ ગાડીનો ચાલક
(૫) દારૂનો જથ્થો આપી જનાર ડમ્પરનો ચાલક જેનુ નામઠામ જણાયેલ નથી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.