નેત્રંગ પોસ્ટ ઓફિસની બેદરકારી: ટપાલ-આધારકાર્ડ જેવા દસ્તાવેજો બિનવારસી હાલતમાં મળી આવ્યા.
ગ્રામ પંચાયતની મહત્વની ટપાલ કલેક્ટર કચેરી થી આવી હતી જે ફાટેલી હાલતમાં ખાલી કવર માં મળતા લોકોમાં રોષ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, નેત્રંગ પોસ્ટ ઓફિસની બેદરકારીના કારણે ટપાલ-આધારકાર્ડ જેવા દસ્તાવેજો નદી કિનારે બિનવારસી હાલતમાં મળતા રહીશોમાં ભારે રોષ જણાઈ રહ્યો છે. નેત્રંગ ગામની સીમ માંથી પસાર થતી અમરાવતી નદીના કિનારેથી આધાર કાર્ડ,પાન કાર્ડ,દિવ્યાંગો વિકલાંગતા ના સર્ટી,બેંકોના દસ્તાવેજો અને ગ્રામપંચાયતની કલેક્ટર કચેરીની ટપાલ સહિત અન્ય ટપાલો જથ્થો મળી આવ્યો હતો,અમરાવતી નદી કિનારે રમતા નાના બાળકોને આ કાગળીયાનો જથ્થો નજરે પડતા તેમાંથી એક દિવ્યાંગ મદીનાબનુ યાસીન ખત્રી નામ ની એક દિવ્યાંગ નો ભરૂચ સિવિલ તરફ થી મોકલાવવામાં આવેલ UDID કાર્ડ કે જે ડોક્ટરી સર્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે,આ કાર્ડની મદદથી દિવ્યાંગોને તેમના લાભો મળતા હોય છે
.તો નદીકિનારે રહેતા બાળકો એ આ UDID કાર્ડ તેમજ ચાર થી પાંચ જેટલા આધાર કાર્ડ જવાહર બજાર વિસ્તારમાં આવેલ એક ઝેરોક્ષ ની દુકાને બાળકોએ પોચાડ્યા હતા.જેમાં ઝરોક્ષના દુકાનદાર પરેશભાઈએ આ UDID કાર્ડ ઉપર ફોટો જોઈ આ દિવ્યાંગ બાળકના પિતાને ઓળખતા હોવાથી તેમને બોલાવી આ કાર્ડ આપ્યું હતું.દિવ્યાંગ બાળકના પિતાએ તેમને પૂછ્યું કે આ તમને ક્યાં થી મળ્યું તો તેમને જણાવ્યું કે અમરાવતી નદી કિનારે એક પોસ્ટ ના દસ્તાવેજો ના જથ્થા માંથી મળ્યું છે.જેથી યાસીનભાઈ ખત્રીએ આ બાબત ની જાણ એલ.ઈ.ડી બી.આર.પી નેત્રંગ બ્લોક ના સુનીલબાઈ તેમજ સી.આર.સી કોઓર્ડિનેટર કાંટીપાડા સચિનભાઈ બારોટ ને જાણ થતાં તેઓએ અમરાવતી નદી કિનારે જઈ તપાસ કરતા ત્યા આધાર કાર્ડ,પાન કાર્ડ, તેમજ અન્ય દસ્તાવેજોનો જથ્થો મળી આવ્યો હતો.ત્યાર બાદ નેત્રંગ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને તમામ કાગળીયાનો જથ્થો લઈ ગયા હતા.જે રીતે આધાર કાર્ડ,પાન કાર્ડ તેમજ દિવ્યાંગો ના કાર્ડ એન ગ્રામ પંચાયતની ટપાલ રઝળતા મળી આવ્યા છે તેનાથી તંત્રની મોટી બેદરકારી બહાર આવતા સ્થાનિક રહીશોમાં રોષ જણાઈ રહ્યો છે.