નેત્રંગ – મોવી રોડ ઉપરના કોચબાર નજીમ ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું મોત : પાંચ ઘાયલ
ઈક્કો ગાડી વચ્ચે સામસામે ટક્કરાતા : ઈજાગ્રસ્તોને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, નેત્રંગ – મોવી રોડ ઉપર આવેલ કોચબાર ગામના પાટીયા પાસેથી મારૂતીવાન ગાડી નંબર જીજે ૦૫ સીઈ ૦૭૩૭ નો ચાલક ગણપતભાઈ કોટવાલભાઈ વસાવા પાંચેક મુસાફરોને બેસાડીને નેત્રંગ તરફ પસાર થઈ રહ્યા હતા.જે દરમ્યાન સામે છેડેથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા ઈક્કો ગાડી નંબર જીજે ૧૯ એએમ ૦૬૫૬ ના ચાલકે ટક્કર મારતા બંને ગાડીના ફુરચે-ફુરચા ઉડી ગયા હતા.
મારૂતીવાનના ચાલ કગણપતભાઈ કોટવાલભાઈ વસાવા રહે.વાલપોરને હાથ-પગ,માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા જ ઘટના સ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું.ઈક્કો ગાડીમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ આવ્યા હતા.પરંતુ વધુ સારવારની જરૂર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ગમખ્વાર અકસ્માતની ઘટના પગલે ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.આ બાબતે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.