“નેત્રમ” ની મદદથી હુમલા અને લૂંટના આરોપીઓ ઝડપાયા :મોડાસા જીલ્લા સેવાસદન નજીક પશુપાલકને માર મારી લૂંટી લેવાયો હતો
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ૩ કરોડના ખર્ચે સીસીટીવી લગાવી નેત્રમ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવા સહીત લૂંટ,હીટ એન્ડ રનની ઘટના, ચોરી સહિતના ગુનાઓનો ભેદ ઉકેલવામાં નેત્રમ કેમેરા પોલીસને ઉપયોગી સાબિત થઇ રહ્યા છે
એકંદરે પોલીસનો ‘ વિશ્વાસ ’ નેત્રમને સથવારે જળવાઇ રહ્યો છે નેત્રમની મદદથી જીલ્લા સેવાસદન નજીક પશુપાલક સાથે રિક્ષામાં પહોંચેલા ૫ શખ્સોએ કરેલ લૂંટ વીથ મારામારીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી ટાઉન પોલીસે ૫ હુમલાખોર આરોપી માંથી ૪ આરોપીઓને દબોચી લેવામાં સફળ રહી હતી નેત્રમ પ્રોજેક્ટના પીએસઆઈ એચ.એમ.ગઢવી અને તેમની ટીમે ભારે જાહેમત ઉઠાવી હતી
મોડાસા શહેરમાં શામળાજી રોડ પર આવેલ જીલ્લા સેવાસદન કચેરી પાછળ જંગલમાં બાજકોટ ગામના હિતેષભાઇ માલાભાઈ ભરવાડ નામનો પશુપાલક પશુઓ ચરાવી ઘર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે જીલ્લા સેવાસદન કચેરી આગળ રિક્ષામાં આવેલા ૫ શખ્સોએ ગડદાપાટુનો માર મારી ૧.૪૭ લાખની સોનાની ત્રણ તોલાની ચેનની લૂંટ કરી રફુચક્કર થતા ભારે ચકચાર મચી હતી
લૂંટનો ભોગ બનેલ પશુપાલકે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો નેત્રમની તીસરી આંખમાં રીક્ષા અને હુમલાખોરો કેદ થતા ટાઉન પોલીસે પશુપાલક પર હુમલો કરી લૂંટ કરનાર ૧)મોહંમદસઈદ હુસેન અબ્દુલહક કારીગર,૨)જાહીદહુસેન ઈખ્તિયાર હુસેન જમાદાર,૩)સલીમ ઉર્ફ નેની ઇબ્રાહિમ ભટ્ટી અને ૪)મહેશ બસુભાઈ ખોખર (તમામ રહે,મોડાસા) ની ધરપકડ કરી અન્ય એક ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા