નેત્રામલીના જાહેર માગૅ પર વીજપોલ ઉપર વેલાઓની હારમાળા
નેત્રામલી: ઇડરના નેત્રામલી ગામ ખાતે જાહેર માગૅ પર વીજતંત્ર દ્વારા વીજપોલ ઉભો કરેલો છે જેના ઉપર વેલાઓની હારમાળા નીચે થી છેક ઉપર સુધી લાંબી થઇ ગઇ છે. ચોમાસામાં વરસાદી સિઝનમાં જાહેર માર્ગ પર આવેલા આ વીજપોલ માં વેલાઓ મારફતે કરંટ પ્રસરી જાય અને રસ્તા ઉપર આવતા જતા લોકો ને અકસ્માતે કરંટ લાગી જાય તેમાં નવાઈ નહીં. આજુબાજુના રહીશો દ્વારા તંત્રના જવાબદાર માણસનું ધ્યાન દોર્યું હોવા છતાં પણ હજુ સુધી આ વેલાઓની હારમાળા જાણે હજુ લાંબી કરવાની હોય તેમ લાગી રહ્યું છે.