નેત્રામલીમાં ચાલુ સાલે SSC બોડૅના કેન્દ્રની ફાળવણી થતાં પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ
નેત્રામલી:. ચાલુ સાલે એસ.એસ.સી બોડૅ ૨૦૨૦ ની પરીક્ષાની શરુઆત થાય છે ત્યારે નેત્રામલીમાં એસ.એસ.સી બોડૅના કેન્દ્ર ની ફાળવણી થતાં ચાલુ સાલે નેત્રામલી, ભદ્રેસર, દરામલી, ભેટાલી, કપોડા, સદાતપુરા, શેરપુર, એફિનીટી – કૃષ્ણનગર, એન.એલ.પટેલ- કૃષ્ણનગર સહિત નવ જેટલી શાળાઓના ૪૧૫ જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શ્રી એન.જી. જરીવાલા હાઇસ્કૂલ, નેત્રામલી માં એસ.એસ.સી બોડૅ ની પરીક્ષ માટે ૧૬ બ્લોક ની ફાળવણી કરવામાં આવી છે. એસ.એસ.સી બોડૅની ફાળવણી થી આજુબાજુ ના ગામના વિધાથીર્ઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેળવણી મંડળના પ્રમુખ દિલીપભાઇ પટેલ, કમિટી સભ્યો, આચાર્ય સંજયભાઈ તથા શૈક્ષણિક સ્ટાફ દ્વારા પરિક્ષા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.