નેત્રામલીમાં મેધરાજાની પધરામણી માટે મહિલાઓ દ્વારા ઢૂંઢિયા બાવજીનો વરધોડો
(પ્રતિનિધિ) નેત્રામલી, ચાલુ સાલે મેધરાજાએ જાણે હાથતાળી આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોની અંદર ખેડૂતો દ્વારા બજારમાંથી મોંધા ભાવના ખાતર – બિયારણ લાવી વાવણી કરી દીધી છે. ત્યારે વરસાદ ખેંચાતા પાક પાણી વગર મૂરઝાઇ જવાની તૈયારી કરી રહ્યો છે. સળંગ આગળના વર્ષો માં પણ વરસાદ નહિવત પ્રમાણ પડેલો હોવાથી તાલુકાના તળાવો, નદીઓ , ડેમમાં પાણીની સપાટી બિલકુલ નહિવત્ થઇ જવા પામી છે. જો આગળ ના દિવસો માં પણ આ પરિસ્થિતિ રહી તો દુકાળની પરિસ્થિતિ નો સામનો કરવો પડે તેવી સંભાવના સેવાઈ રહી છે. નેત્રામલી તેમજ પંથકના ગામોમાં ઠેર ઠેર મેધરાજા નું આગમન થાય તે માટે મેધલાડુ તેમજ મહિલા ઓ દ્વારા ઢોલ- નગારાં સાથે ગામમાં ધેરધેર ફરી ને ઢૂંઢિયા બાવજીનો વરધોડો નિકાળી પાણી થી ભીંજાઈ દેવામાં આવી વરસાદ ના પાણી માટે જાણે કે મેધરાજા ને પધરામણી માટે સંદેશો મોકલવાની કામગીરી કરી રહ્યા છે.*