નેત્રામલીમાં રક્ષાબંધન માટે ધરે જતાં બંધ ત્રણ મકાનોમાં તસ્કરોનો હાથફેરો
(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાના નેત્રામલી ગામમાં ભાડેથી રહેતા બે પરીવાર રક્ષાબંધન પર્વ ની રજાઓ હોવાથી પોતાના વતન જતાં તે સમય દરમ્યાન ગતરોજ રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ બંધ ત્રણ મકાનો ને નિશાન બનાવી દાગીના સહિત રોકડ રકમ ચોરી કરી પલાયન થઈ જતાં લોકો માં ભયની લાગણી જોવા મળી રહી છે. ઈડર – હિંમતનગર હાઇવે ઉપર આવેલા નેત્રામલી ગામના હાઈવે ઉપર આવેલા બે બંધ મકાન અને ગામની અંદર આવેલ એક બંધ મકાનમાં તસ્કરો એ મકાનના આગળના ભાગના મેઇન દરવાજા નો નકૂચા તોડી ધરમાં પ્રવેશ કર્યો હતો અને અંદર મૂકેલી બેગ તેમજ કબાટ તોડી રોકડા ત્રીસ હજાર, સોનાની કાનની બૂટ, વીંટી , કાનની હેરો દાગીના વિગેરે સહિત અંદાજિત રકમ એક લાખ ની ચોરી કરી રાત્રીના અંધકાર માં તસ્કરો પલાયન થઈ ગયા હતા. સવારના સમય દરમ્યાન આજુબાજુ ના લોકો ની નજર જતાં મકાન માલિક ને જાણ કરી હતી મકાન માલિક આવી ને પોલીસ ને જાણ કરતા પોલીસ ધટના સ્થળે આવી પહોંચી હતી અને મકાન તેમજ આજુબાજુ તપાસ કરી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મકાનમાલિક ના નામ ઃ (૧) પરમાર રૂપેશભાઈ રામજીભાઇ. રહે. મુડેટી. તા.ઇડર (૨) પટેલ વિરેન્દ્રભાઈ કિર્તિભાઈ રહે.બાકરપુર તા.વિસનગર. (૩) પટેલ ભરતભાઈ કરશનભાઇ રહે. નેત્રામલી (હાલ. અમેરીકા)*