નેત્રામલી ગામના વિકાસના કામોની મુલાકાતે જીલ્લા વિકાસ અધિકારી
નેત્રામલી, ઇડર તાલુકાના નેત્રામલી ગામના વિકાસના કામોની મુલાકાતે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સાહેબે નેત્રામલી ગામની મુલાકાત લીધી હતી.
જેમાં માનનીય વડાપ્રધાનનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ બાળકો અને ગ્રામજનો સાથે નિહાળ્યો તેમજ ગામને સંબોધન કર્યું. સામુહિક શૌચાલય, વ્યક્તિગત શૌચાલય, સેંગ્રિગેશન સેડ ની મુલાકાત કરી, કચરો એકત્રિત કરી વર્ગીકરણ કરતી મહિલાઓ સાથે ડોર ટુ ડોર કચરા વ્યવસ્થાપન બાબતે ચર્ચા કરી.
ગામની પંચાયત ઘર, આંગણવાડી, હેલ્થ સેન્ટર ની મુલાકાત પણ લીધી નેત્રામલી ગામનો પાયલોટ પ્રોજેક્ટ તળાવ બુટિફિકેશન કરવાની દરખાસ્ત ડી.ડી.ઓ સાહેબને સરપંચશ્રીએ આપી. જે કામ કરવા હૈયા ધારણા સાહેબે આપી.ગામનું કામ અને વિકાસ જોઈ ને ડી.ડી.ઓ સાહેબ પ્રભાવિત થયાં હતા