નેત્રામલી નજીક કારના સ્ટીરીંગમાં ખામી સર્જાતા કાર ખાડામાં ભોંય ભેગી થઇ
નેત્રામલી: ઇડર – હિંમતનગર હાઇવે ઉપર નેત્રામલી નજીક આવેલા રાઇટ ચોઇસ પેટ્રોલ પંપ ની સામે કાર નંબર Gj02 R 6875 ઇડર તરફથી હિંમતનગર તરફ જઇ રહી હતી ત્યારે કારના સ્ટીરીંગમાં ખામી સર્જાતા એકાએક રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી હતી અને કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઇ ગયો હતો જોકે કારમાં સવાર બંને વ્યક્તિ ઓનો આબાદ બચાવ થતાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.