નેની પર ગુસ્સે થયેલા તૈમૂરને જાેઈને યૂઝર્સ રોષે ભરાયા
મુંબઇ, કરીના કપૂર અને સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમૂરની પોપ્યુલારિટી અન્ય સ્ટાર કિડ્સની સરખામણીમાં વધારે છે. પાંચ વર્ષનો તૈમૂરની એક ઝલક કેમેરામાં કેદ કરવા માટે ફોટોગ્રાફર્સ પડાપડી કરે છે. જ્યારે પણ તે ઘર બહાર નીકળે છે ત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે.
શનિવારે તે મમ્મી કરીના કપૂર અને નેની સાથે ઘર બહાર નીકળ્યો હતો. તેણે બ્લેક ટીશર્ટ અને ડેનિમ પહેર્યું હતું તેમજ માસ્ક ચડાવીને રાખ્યું હતું. જાે કે, આ દરમિયાન તેણે કંઈક એવુ કહ્યું જેના કારણે કરીના કપૂર ટ્રોલ થઈ ગઈ અને સોશિયલ મીડિયા યૂઝર્સ તેને અલગ અલગ પ્રકારની સલાહ આપવા લાગ્યા.
બોલિવુડ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કરીના કપૂર બિલ્ડિંગમાંથી બહાર નીકળી કાર તરફ જાય છે, તો તૈમૂર તેની નેની સાથે ચાલે છે. આ સમયે નેની જ્યારે તેનો હાથ પકડવાનો પ્રયાસ કરે છે ત્યારે તૈમૂર ‘મને અડશો નહીં’ તેમ કહે છે. બાદમાં, કાર પાસે જતી વખતે તેની તૈમૂરના ખભા પર હાથ મૂકીને તેને આગળ લઈ જાય છે.
તૈમૂર જે રીતે તેની નેની પર ગુસ્સે થયો તે કેટલાક યૂઝર્સને પસંદ આવ્યું નથી. એક યૂઝરે લખ્યું છે ‘તમારા કરતા નીચેના લેવલના લોકો સાથે તમે આ રીતે જ વાત કરો છો કે શું? ‘મને અડશો નહીં’ અને તે પણ આંગળી દેખાડીને?’. એક યૂઝરે લખ્યું છે ‘તૈમૂર તેની નેની સાથે ખૂબ ખરાબ વર્તન કરે છે’. અન્યએ લખ્યું છે ‘ખૂબ ખરાબ કરીના અને સૈફ નવાબ થઈને તમે તમારા બાળકને આ શીખવ્યું છે’.
એક યૂઝરે કરીનાને તેના દીકરાને વડીલો સાથે કેવી રીતે વર્તન કરવું તે શીખવવાની સલાહ આપી છે. કરીના કપૂર અને સૈફ અલી ખાન તૈમૂર સિવાય જેહના દીકરાના પણ માતા-પિતા છે. જે હાલમાં જ એક વર્ષનો થયો છે. એક્ટ્રેસ ઘણીવાર દીકરા અને પતિની તસવીરો શેર કરતી રહે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂરની આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની રાહ જાેવાઈ રહી છે.SSS