Western Times News

Gujarati News

નેપાળઃ રિસોર્ટમાં ગેસ લીક થતાં 8 ભારતીય નાગરિકોનાં મોત

કાઠમાંડુ, પાડોશી દેશ નેપાળની રાજધાની કાઠમાંડૂથી 201 કિલોમીટર દૂર આવેલા પોખરામાં 8 ભારતીય નાગરિકોનાં મોત થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ નાગરિકોમાં 4 બાળકો સામેલ છે. એક રિપોર્ટ અનુસાર જે હોટલમાં તમામ રોકાયા હતા તેમાં શંકાસ્પદ રીતે ગેસ લીક થવાના કારણથી તેઓ બેભાન થઈ ગયા અને તેમનું મોત થઈ ગયું. તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

આ ઉપરાંત અહીંનાં એસપી સુશીલ સિંહ રાઠોડે કહ્યું કે, “મૃતકોમાં 39 વર્ષનાં પ્રવિણ કુમાર નાયર, 34 વર્ષિય શરણ્ય, 39 વર્ષિય રંજીત કુમાર, 34 વર્ષિય ઇંદૂ રંજીત, 9 વર્ષિય શ્રી ભદ્ર, 9 વર્ષિય અબિનબ સોરાયા, 7 વર્ષિય અબી નાયર અને 2 વર્ષિય રંજીત સામેલ છે.
નેપાળનાં સમાચાર પત્ર ધ હિમાલયન ટાઇમ્સનાં અનુસાર તમામ કેરલનાં પોખરાનાં રહેવાસી હતા. તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મકવાનપુર જિલ્લાનાં એક રિસોર્ટમાં રોકાયા હતા. સોમવાર રાત્રે તમામ રિસોર્ટ પહોંચ્યા. હોટલનાં મેનેજરે જણાવ્યું કે રૂમ ગરમ કરવા માટે ગેસ હીટર ઑન કરી દીધું.

15 લોકોનાં આ ગ્રુપે 4 રૂમ બૂક કરીને રાખ્યા હતા. 8 રૂમ હતા અને બાકીનાં લોકો અલગ અલગ રૂમમાં હતા. મેનેજરે કહ્યું કે, “તમામ દરવાજા અને બારીઓ અંદરથી બંધ હતી.” પોલીસે શક વ્યક્ત કર્યો છે કે તમામનાં મોત વેન્ટિલેશનની ઉણપનાં કારણે થયા છે. આ ઘટનામાં કેરલનાં મુખ્યમંત્રી પિનારાઈ વિજયને વિદેશ મંત્રી જયશંકરમે પત્ર લખીને પોતાના મંત્રાલયથી 8 લોકોનાં પરિવારોને સહાયતા પ્રદાન કરવા માટે હસ્તક્ષેપ કરવાનો અનુરાધ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.