નેપાળથી ઉપડેલા ગુમ થયેલા પ્લેનનો કાટમાળ મળ્યો, માનાપાથીમાં થયું ક્રેશઃ રિપોર્ટ
કાઠમાંડૂ,સેનાએ નેપાળથી મુસાફરોથી ભરેલા ગુમ થયેલા વિમાનને શોધી કાઢ્યું છે. નેપાળ સેનાએ માહિતી આપી છે કે વિમાન હિમાલયમાં માનાપાથીના નીચેના ભાગમાં જાેવા મળ્યું છે. તે જ સમયે, પ્લેનનો કાટમાળ મુસ્ટાંગના કોબાનમાં મળી આવ્યો હતો. આ ૧૯ સીટર વિમાનમાં ૪ ભારતીય, ૩ વિદેશી અને ૧૩ નેપાળી નાગરિકો સવાર હતા.
જાે કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે પ્લેનમાં સવાર મુસાફરો સુરક્ષિત છે કે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાના અધિકારીઓએ દૂરથી ધુમાડો નીકળતો જાેયો, જેના પગલે વિમાનને ટ્રેસ કરવામાં આવ્યું. ખરાબ હવામાનને કારણે અણધારી ઘટનાની આશંકા વચ્ચે સેનાને બચાવમાં મુશ્કેલી પડી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, પ્લેનનો કાટમાળ મુસ્ટાંગના કોબાન પાસે મળી આવ્યો હતો. નેપાળી સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે કહ્યું કે, નેપાળી સેનાના એક હેલિકોપ્ટરની પણ બચાવ કામગીરીમાં મદદ લેવામાં આવી રહી છે. જાે કે ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની રહી છે.
નેપાળ સેના તરફથી માહિતી મળી છે કે ગુમ થયેલા વિમાનને શોધી કાઢવામાં આવ્યું છે. વિમાન માનાપાથીના નીચેના ભાગમાં હાજર હોવાની માહિતી મળી છે. જાેકે, વિમાનની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. પ્લેનમાં સવાર મુસાફરો સુરક્ષિત છે કે નહીં તે પણ જાણી શકાયું નથી.
સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે કહ્યું કે સ્થાનિક લોકો દ્વારા નેપાળની સેનાને આપવામાં આવેલી માહિતી અનુસાર હિમાલયના નીચાણવાળા ભાગ માનાપાથી ખાતે ભૂસ્ખલનને કારણે તારા એયરનું વિમાન લમ્ચે નદી પર ક્રેશ થયું હતું. નેપાળની સેના જમીન અને હવાઈ માર્ગે સ્થળ તરફ આગળ વધી રહી છે.
નેપાળ આર્મીના સૂત્રોનું કહેવું છે કે પ્લેન બે કલાકના અંતરે રવાના થયું હતું પરંતુ, જેમ પ્લેન પોખરાથી સવારે લગભગ ૧૦ વાગ્યે ટેકઓફ થયું હતું. એવી પ્રબળ આશંકા છે કે વિમાનમાં વધુ ઇંધણ બચ્યું નથી. આના કારણે સેનાના સૂત્રો કંઈક અઘટિત થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
વિમાને જાેમસોમ પહાડી શહેર માટે ૧૫ મિનિટની ફ્લાઇટ લીધી હતી. ટેકઓફના થોડા સમય બાદ એરપોર્ટના ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. નેપાળ આર્મીના પ્રવક્તાનું કહેવું છે કે ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં વિલંબ અને મુશ્કેલી પડી રહી છે.HS2KP