નેપાળના વડાપ્રધાન તરીકે ફરી એકવાર કે.પી.શર્મા ઓલીની નિયુક્તિ
કાટમાંડૂ: નેપાળમાં વિરોધી પાર્ટીઓ આગામી સરકાર બનાવવા માટે બહુમત હાસિલ કરવા માટે નિષ્ફળ જતા ગુરૂવારની રાત્રે નેપાળના સંસદમાં સૈાથી મોટી પાર્ટીના નેતા કે.પી.શર્મા ઓલીને ફરીવાર દેશના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.પ્રતિનિધિ સભામાં વિશ્વાસ મત મેળવવામાં નિષ્ફળ જતાં રાષ્ટ્રપતિ વિધા દેવી ભંડારીએ સીપીએન-યૂએમએલના અધ્યક્ષ ઓલીને ફરીવાર પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા છે.
રાષ્ટ્રપતિ કાર્યાલયના એક નિવેદનમાં રાષ્ટ્રપતિ ભંડારીએ નેપાળના સંવિધાન અનુચ્છેદ ૭૮ (૩) મુજબ પ્રતિનિધિ સભામાં સૈાથી મોટી રાજકીય પાર્ટીના નેતા ઓલીને પ્રધાનમંત્રી તરીકે ફીવાર નિયુક્ત કર્યા છે.રાષ્ટ્રપતિ ભંડારી શીતલ નિવાસના કાર્યક્રમમાં શુક્રવારે ઓલી ને શપથ અપાવશે.
ઉલ્લેખનીય છે કે નેપાળી કોંગ્રેસ તથા કોમ્યુનિસ્ટ પાર્ટીના વિપક્ષી જાેડાણ આગામી સરકાર બનાવવા માટે બહુમત સાબિત કરવામાં નિષ્ફળ નીવડી જેના લીધે ફરી એકવાર ઓલી દેશના વડાપ્રધાન બનશે. ઓલી સોમવારના દિવસે પ્રતિનિધિ સભામાં વિશ્વાસ મત સાબિત કરવામાં નિશ્ફળ ગયા હતાં તેથી રાષ્ટ્રપતિએ વિરોધ પક્ષની પાર્ટીઓને સરકાર બનાવવા માટે ત્રણ દિવસ આપ્યા હતા પરતું તેઓ પણ બહુમત સાબિત કરવામાં નિષ્ફળ જતાં બંધારણના નિયમ અનુસાર સૈાથી મોટી રાજકીય પાર્ટીના નેતાને વડાપ્રધાન તરીકે નિયુકત કરી શકાય જેનો લાભ કે,પી.શર્મા ઓલીને મળ્યો છે.