નેપાળમાં પૂરથી ભયાનક તબાહીઃ કાઠમંડુમાં ૩૮૦થી વધુ મકાનો ડૂબ્યા

કાઠમંડૂ, નેપાળના કાઠમંડુમાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂરના કારણે ૩૮૦થી વધુ ઘરો ડૂબ્યા છે. જ્યારે બીજી તરફ ઘણા વિસ્તારોને ભારે નુક્શાન થયું છે. કાઠમંડુમાં રવિવાર રાત્રે થયેલા ભારે વરસાદને કારણે ૧૦૦થી વધુ જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. મેટ્રોપોલિટન પોલીસ કાર્યાલયના પ્રવક્તા સુશીલ સિંહ રાઠોરે જણાવ્યું કે નેપાલ પોલીસ, સુરક્ષા દળો, નેપાલની સેનાએ ગત રાત્રિએ ૧૩૮થી વધુ લોકોને રેસ્કયુ કર્યા છે.
નેપાલ શાસને જણાવ્યું કે મનોહર નદી, કડાગરી, ટેકુ અને બલ્ખુ ક્ષેત્રોના કિનારે મુલપાની વસાહતમાં વસવાટ કરતા લોકો માટે બચાવ કાર્ય શરૂ કર્યું છે. કાઠમંડૂમાં નદીના તટ પર વસેલી માનવવસાહત અચાનક આવેલા પૂરના કારણે જળમગ્ન થઈ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કાઠમંડૂમાં ચાર કલાકની અંદર ૧૦૫ મિમી વરસાદ નોંધાયો છે.
નિવેદન મુજબ ટંકેશ્વર, દલ્લુ, ટેક, તચલ, બલ્ખુ, નયા બસપાર્ક, ભીમસેનસ્થાન, માછા પોખરી, ચાબાહિલ, જાેરપતિ, કાલોપુલ સહિત ઘણા વિસ્તારોમાં અચાનક આવેલા પૂરથી પ્રભાવિત થયા છે, અને જળમગ્ન થઈ ગયા છે. જ્યારે બીજી તરફ રવિવારના રોજ ઓખલધુંગા જિલ્લાના બેટિની ગામમાં વીજળી પડવાથી સાત લોકો ઘાયલ થઈ ગયા છે. પોલીસે જણાવ્યું કે વીજળી પડવાથી એક ડઝન ઘર પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે.
નેપાળમાં ગત એક અઠવાડીયાથી પૂર અને ભૂસ્ખલને ભાર તબાહી મચાવી છે, શનિવારે પૂર તેમજ ભૂસ્ખલથી ભારે નુક્શાન થયું છે, અને જાનહાની પણ થઈ છે, સરકારી આંકડા મુજબ ૨૦ દિવસની અંદર સમગ્ર નેપાળમાં પૂર તેમજ ભૂસ્ખલનથી કુલ ૧૧૬ લોકોના જીવ ગયા છે. જેમાં ૫૩ પુરુષ, ૩૪ મહિલાઓ અને ૨૯ બાળકો છે. આ સિવાય લેન્ડસ્લાઈડથી ૧૩૬ લોકો ઘાયલ પણ થયા છે. જેમાં ૬૮ પુરુષ, ૩૭ મહિલા તેમજ ૩૧ બાળકો પણ છે.HS