નેપાળ: બસ દુર્ધટનામાં ૧૪ લોકોના મોત, ૯૮ને ઇજા
કાઠમંડૂ, નેપાળના સિંધુપાલચૌક જીલ્લમાં એક યાત્રી બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી જેમાં ૧૪ લોકોના મોત થયા હતાં.પોલીસે જણાવ્યું હતું કે આ ભીષણ દુર્ઘટનામાં પાચ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતાં જયારે અન્ય લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન લઇ જતા રસ્તામાં અંતિમ શ્વાસ લીધા હતાં.આ દુર્ઘટનામાં ૯૮ લોકોને ઇજા થઇ છે.ગંભીર રીતે ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે.
જીલ્લા પોલીસ કાર્યાલય સિંધુપાલચૌક જીલ્લાનાડીએસપી માધવરાજ કાફલેએ કહ્યું કે ઇજા પામેલાઓમાંથી ૧૬ની શીર મેમોરિયલ હોસ્પિટલ જયારે ૧૫ના ટ્રામા સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે બસ ઓવરલોડ હતી અને દુર્ઘટના સમયે યાત્રીઓની સંખ્યા ૧૨૦થી વધુ હતી માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ટાયર પંચર થવાને કારણે બની હશે દુર્ધટના તે સમયે થઇ જયારે બસ ઢાળ ઉપરી ૧૦૦ મીટર નીચે જઇ રહી હતી.પોલીસે તપાસ શરૂ કરી છે.